તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જામનગરમાં જુગાર રમતા 6 મહિલા સહિત બાવીસ ઝડપાયા

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાગેશ્વર કોલોની, મહાદેવનગર અને પાણાખાણમાં ટીમ ત્રાટકી
 • ત્રણ દરોડામાં રૂા.36 હજારની રોકડ સહિતની માલમત્તા કબજે

શહેરમાં મહાદેવનગર ગૌશાળા પાસે અમુક લોકો એકત્રિત થઇ જુગાર રમતા હોવાની સીટી સી પોલીસને માહિતી મળી હતી જેના આધારે પોલીસ ટુકડી ધસી જતા મહિલાઓ સહિત આઠેક શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે ભાવનાબેન નારણભાઇ બોદર, માલીબેન લાખાભાઇ નંદાણીયા, કમુબેન રેશમાભાઇ ગોરણીયા,ધાનીબેન બાબુભાઇ ચેતરીયા,રંભીબેન સામતભાઇ નંદાણીયા,માલાબેન કેશુભાઇ મંગલાણી ઉપરાંત મહેન્દ્રસિ઼હ ભોજુભા જાડેજા અને ઉદુભા નવલસંગ જાડેજાને પકડી પાડી રૂ.12,900ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

જયારે શહેરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં નદીના કાંઠા પાસેથી સીટી બી પોલીસે ઘોડીપાસાનો જુગાર રમતા અરવિંદ ઉર્ફે ટીડો હસમુખભાઇ સોલંકી, વિવેક અશોકભાઇ મકવાણા, યુસુફ ઉર્ફે લીલો કલર ઓસમાણભાઇ શેખ અને ભીખુ અનવરભાઇ મલેકને પકડી પાડી રૂ.12,700ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

અન્ય એક દરોડામાં ગોકુલનગર નજીક પાણાખાણ શેરી નં.3માં પોલીસે સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતા પ્રવિણસિંહ ઉર્ફે ભીખો ઉમસંગજી ઝાલા, કવશીક અરજણભાઇ કરંગીયા, વશરામ વાલાભાઇ અસ્વાર, પ્રમોદ છોટેલાલ યાદવ, નિલેશ નારણભાઇ કરમુર, મેહુલ મુળજીભાઇ અસ્વાર, વિજય વસંતપરી ગૈાસ્વામી, રાયદે સામતભાઇ ભાટુ, શોધરાજ રામકરણસિંગ તોમર અને આકાશ રધુવીર રાઠોરને પકડી પાડી રૂ.11,660ની રોકડ સહિતની માલમતા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો