તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:વામ્બે આવાસમાં જુગાર રમતી બાર મહિલા પકડાઈ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરના વામ્બે આવાસ વિસ્તારમાં સીટી સી પોલીસે જુદા જુદા બે દરોડામાં જુગાર રમતી બાર મહિલાને પકડી પાડી રોકડ રકમ સહિતની માલમતા કબજે કરી હતી.

શહેરના વામ્બે આવાસમાં અમુક મહિલા જુગાર રમતી હોવાની માહિતી પરથી સીટી સીના પીઆઇ કે.એલ.ગાધેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.એ.પરમાર, એએસઆઇ આર.એમ.ડુવા, હેડ કોન્સ. કેતનગીરી ગોસ્વામી સહિતની ટીમ દોડી ગઇ હતી.દરોડા વેળાએ છ મહિલા જુગાર રમતી માલુમ પડી હતી.આથી પોલીસે અનસુયાબેન રમેશભાઈ અઘેરા, હીરૂબેન અશ્વિનભાઈ ભકડ, લલિતાબેન જીવણભાઈ ચૌહાણ, ચંપાબેન અરવિંદભાઈ કંટારિયા, ગીતાબેન નારણભાઈ ભાદરવડા તથા કારીબેન લાલાભાઈ તાવડાને પકડી પાડી રૂ.11,330ની રોકડ સહિત માલમતા કબજે કરી હતી.

જયારે વામ્બે આવાસ વિસ્તારમાંથી સીટી સી પોલીસે વધુ જુગાર દરોડામાં જુગાર રમતા શારદાબેન રામજીભાઇ સોઢા,કુંવરબેન વિસનજી ગાલા, ભાનુબેન પોપટપરી ગોસ્વામી,કૈલાશબા કારૂભા જાડેજા,ચંપાબેન રમેશભાઇ વાઘેલા અને રેશમાબેન કાસમભાઇ લખાને પકડી પાડી રોકડ સહિતની મતા કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...