તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડો:જોડિયાના મેઘપર ગામમાં વાડીની ઓરડીમાંથી દારૂની 12 બોટલ પકડાઈ

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક પોલીસે ત્રાટકીને મૂળ મધ્યપ્રદેશના શ્રમિકને દારૂ સાથે દબોચી લીધો

જામનગરમાં પોલીસે ખોજાનાકા વિસ્તારમાં બાઇક પર દારૂ સાથે નિકળેલા એક શખ્સને પકડી પાડયો હતો અને દારૂ-બાઇક કબજે કર્યુ હતુ જેની પુછપરછમાં વધુ એકનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.જોડીયાના મેઘપર સીમની વાડીમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી દારૂની બાર બોટલ સાથે પરપ્રાંતિય શ્રમિકને દબોચી લીઘો હતો.

જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રીધ્ધી સિધ્ધી સોસાયટી પાસે સીટી એ પોલીસે એક બાઇકને અટકાવી તેની તલાશી લેતા દારૂની બે બોટલ મળી આવી હતી.જેથી પોલીસે તેના ચાલક રીઝવાન ઇબ્રાહિમભાઇ ખફીને પકડી પાડી દારૂ અને બાઇક કબજે કર્યુ હતુ જેની પ્રાથમિક પુછપરછમાં દારૂ પ્રકરણમાં દિલીપ ઉર્ફે અચુડોની સંડોવણી ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

જોડીયાના ગ્રામ્ય પંથકમાં પીએસઆઇ મેઘરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસને એક વાડીની ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તુરંત ધસી જઇ દરોડો પાડયો હતો.જે દરોડા વેળા અંદરથી ઇ઼ગ્લીશ દારૂની બાર બોટલ મળી આવી હતી.આથી પોલીસે રવિન ઉર્ફે રવિ હરસિંગભાઇ બાંભણીયા(રે.મુળ બડવાની, મધ્યપ્રદેશ)ને પકડી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો હતો .પકડાયેલા શખ્સ ખેતમજુરીકામ કરતો હોવાનુ બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો