તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકાનગરીમાં સેલિબ્રિટી:ટીવી અભિનેત્રી કનિષ્કા સોનીએ દ્વારકાધીશના દર્શન કર્યા, દ્વારકામાં આવી કહ્યું- 'અહીં સ્વર્ગનો અનુભવ થયો'

દ્વારકા25 દિવસ પહેલા
  • કનિષ્કા સોની અનેક ધાર્મિક સિરિયલમાં કામ કરી ચૂકી છે
  • કનિષ્કા સોની દ્વારા મંદિર પરિસરમાં ભજન પણ ગાવામાં આવ્યું

જન્માષ્ટમીના પર્વ પર દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે ત્યારે જાણીતી ટીવી અભિનેત્રી કનિષ્કા સોની પણ આજે કાળિયા ઠાકોરના દર્શન માટે દ્વારકા આવી પહોંચી હતી. ભગવાન દ્રારકાધીશના દર્શન કર્યા બાદ કનિષ્કા સોનીએ કહ્યું હતું કે, દ્વારકામાં ભગવાનના દર્શન કરવાનું તેમનું જે સપનું હતું તે આજે પૂર્ણ થયું.

અભિનેત્રી કનિષ્કા સોની
અભિનેત્રી કનિષ્કા સોની

કનિષ્કા સોની દિયા ઔર બાતી હમ, દો દિલ એક જાન, દેવો કે દેવ મહાદેવ, સ્ટાર પ્લસ પર આવતી મહાભારત, સંકટ મોચન મહાબલી હનુમાન જેવી જેવી સિરિયલ્સમાં મહત્વનો રોલ નિભાવ્યો છે.

આજે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ કનિષ્કા સોનીએ કહ્યું કે, અહીં દર્શન કર્યા બાદ સ્વર્ગમાં આવ્યાનો અનુભવ થાય છે. કનિષ્કા દ્વારા સાંજના સમયે મંદિર પરિસરમાં કૃષ્ણ ભજન પણ ગાવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...