તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:જિલ્લાકક્ષાની વન મહોત્સવની ઉજવણીમાં તુલસીના રોપા અપાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનુભાવોએ વિવિધ રોપાનું વાવેતર કરી વૃક્ષરથને પ્રસ્થાન કરાવ્યું

જામનગર જિલ્લાના જામજોધપુરમાં આઇટીઆઇ કેમ્પસના પટાંગણમાં 72માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-2021ની ઉજવણી પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ રોપાનું વાવેતર કરી વૃક્ષરથને પ્રસ્થાન કરાવાયું હતું. મહાનુભવોને તુલસીના રોપા અપાયા હતાં.

આ તકે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વૃક્ષની અગત્યતા કોરોના કાળમાં લોકોને વધુ સમજાઇ છે. વૃક્ષા કાર્બન ડાયોક્સાઈડ રૂપી ઝેર શોષીને અમૃત રૂપી પ્રાણવાયું આપવાનું ઉત્તમ કાર્ય કરે છે. વન પર્યાવરણ સંતુલનને જાળવી રાખે છે. વન્ય પ્રાણી વર્તુળ જુનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડાએ ક્લાઇમેટ ચેન્જ થકી વન્ય જીવો અને માનવ સંપદાને થતા નુકસાન વિશે જણાવી વૃક્ષો વાવી વનના નિર્માણ થકી પર્યાવરણનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...