નોટીસ:ટ્રસ્ટોને વહીવટી ફાળો 31 માર્ચ સુધીમાં ભરવા તાકીદ

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટીસ મુજબ રકમ નહીં ભરે તો ફોજદારી કાર્યવાહી થશે

ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ-1950 હેઠળ જામનગર જિલ્લામાં નોંધાયેલા ટ્રસ્ટો પૈકીની સંસ્થાઓને વહીવટી ફાળાની રકમ જમા કરાવવા જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા માંગણા નોટીસો ફટકારી છે. જે સંસ્થા અને તેના ટ્રસ્ટી સંચાલકોએ નોટીસ મુજબની રકમ જમા કરાવેલ નથી તેવી સંસ્થાના ટ્રસ્ટીઓ સામે કાયદાના ભંગ બદલ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

તેમ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના ઇ.ચા.મદદનિશ ચેરિટી કમિશનર એ. એમ. પંડ્યાએ જણાવ્યું છે. જે ટ્રસ્ટોના તા.31-3-2022 કે તે અગાઉના વર્ષની ફાળાની રકમ ભરવાની બાકી હોય તેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.31-3-2023 સુધીમાં બાકી ફાળાની રકમ ભરી જવી. અન્યથા તેવી સસ્થાઓ અને તેનાં ટ્રસ્ટી સામે નિયમના ભંગ બદલ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...