અકસ્માત:રણજીતસાગર રોડ પર ટ્રકની પલટી, ટ્રકમાં ભરેલી ગુણીના માર્ગ પર ઢગલા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગની એકબાજુ ટ્રક પલટી જતાં વાહનવ્યવહાર ખોરવાયો નહી

જામનગરમાં રણજીતસાગર રોડ પર વરસાદ દરમિયાન માલ ભરેલાે ટ્રક પલટી ખાઇ ગયો હતો, જેના કારણે ટ્રકમાં ભરેલી ગુણીઓનો માર્ગ પર ઢગલો થઇ ગયો હતાે. જામનગરમાં સોમવારે રાત્રીથી મેઘરાજાએ તોફાની પધરામણી કરી હતી. જે મંગળવારે બપોર સુધી અવિરત રહી હતી. વરસાદ દરમ્યાન શહેરના રણજીતસાગર રોડ પર માલ ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. જેના કારણે ટ્રકમાં ભરેલી ગુણીના માર્ગ પર ઢગલાં થઇ ગયા હતાં. ટ્રક રોડની સાઇડમાં પલટી જતાં વાહનવ્યવહાર ખોરવાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...