પડાણા:રિલાયન્સ કંપનીની દીવાલ સાથે ટ્રક અથડાયો, ચાલકે કાબૂ ગૂમાવ્યો’તો, ચાલકને હાથના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગર નજીક ખંભાળિયા રોડ પર આવેલા રિલાયન્સ કંપનીની દિવાલ સાથે ટ્રક અથડાતા ટ્રકચાલકને ઇજા પહોંચી હતી. જ્યારે કંપનીની દિવાલને પણ નુકસાની પહોંચ્યાની પણ પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. લાલપુર તાલુકાના પડાણા ગામ નજીક આવેલ રિલાયન્સ કંપનીના મટીરિયલ ગેઇટ નજીક બુધવારેે રાત્રે બારેક વાગ્યાના સુમારે પૂરઝડપે પસાર થતાં જીજે-10-ટીવી-7519 નંબરના ટ્રકના ચાલકે સ્ટીંયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડ પરથી નીચે ઉતરી રિલાયન્સ કંપનીની દિવાલ સાથે અથડાયો હતો.

જેમાં ચાલક ઉંમરભાઇ ઇશાકભાઇ સમા (રે.વસઇ) વાળા ચાલકને હાથના ભાગે ફેક્ચર સહિતની ઇજા પહોંચી હતી.જ્યારે ક્લીનર નાઝીર હુશૈન ગુલમામદ સમા (રે.વસઇ) વાળાને પણ ફેક્ચર સહિતની ઇજા પહોંચી હતી. ટ્રક રોડ પરથી નીચે ઉતરી દિવાલ સાથે અથડાતા દિવાલને પણ નુકસાની પહોંચી હતી. પોલીસે ઘવાયેલા ક્લીનરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...