તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘનિષ્ઠ પૂછતાછ:જામનગરના વેપારી સાથે રૂ.1.35 લાખની છેતરપિંડીમાં ત્રિપુટીના 9 દિવસના રિમાન્ડ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજુ 11 આરોપીઓ ફરાર, પકડાયેલા 2 નાઈજીરિયન સહિત 3ની ઘનિષ્ઠ પૂછતાછ

જામનગરમાં રહેતા વેપારી સાથે રૂ.1.35 કરોડની છેતરપીંડી કરવા અંગે નાઇઝેરીયનો સહિત 14 સામે ફરીયાદ નોંધાવાઇ હતી. સીટી બી પોલીસે મુંબઇથી બે નાઈઝેરીયન સહિત ત્રણને પકડી પાડયા હતા જેના 9 દિવસના રીમાન્ડ મેળવી પોલીસે પુછતાછ હાથ ધરી છે.

શહેરના પેલેસ રોડ પરના એપાર્ટમેન્ટમાં રહેતા બોકસાઇટના વ્યવસાયકાર મનોજભાઇ શાહ નામના વેપારીએ સીટી બી પોલીસમાં મેડીકલ ઉત્પાદનના ધંધમાં પચાસ ટકા નફાની લાલચ આપી સમયાંતરે રૂ.1.35 કરોડની રકમ ઓનલાઇન પડાવી છેતરપીંડી કરવા અંગે નાઈઝેરીયનો ઉપરાંત મુંબઇ સહિતના ચૌદ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી હતી.

જેના આધારે સીટી બી પોલીસે તપાસનો દૌર મહારાષ્ટ્ર સુધી પણ લંબાવ્યો હતો.જેમાં પોલીસે નાઈઝેરીયાના ઓનીયે ઝીલીબગો હેપ્રોચીએ ઉર્ફે ચીમા ઉર્ફે એન્થોની ઉર્ફે કોઝા અને ઓકો નકવો પરપેચ્યુઅલ ગીફટ ઉર્ફે માઇકલ ગીફટ ઉર્ફે સોનીયા કેનેડી અને જયેશ વસંતભાઇ રાહીરાશીને પકડી પાડયા હતા.પોલીસે ત્રણેય આરોપીના કોવિડ ટેસ્ટ કરાવતા નેટેવીવ આવતા ધરપકડ કરી લેવાઇ હતી.જે આરોપીઓને પોલીસે ગુરૂવારે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા તા.17મી સુધીના નવ દિવસના રીમાન્ડ મંજુર થયા છે. પોલીસે લાખોની છેતરપીંડી પ્રકરણમાં અમુક સાહિત્ય પણ કબજે કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...