તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જામનગરમાં મહિલા પર ત્રિપૂટીનો હુમલો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલપુરના ડબાસંગ ગામે બોલાચાલીનો ખાર રાખી પ્રૌઢને માર માર્યાની ફરિયાદ

જામનગરમાં ધરારનગર વિસ્તારમાં આવેલા આવાસની પાછળ રહેતી મહિલા પર 3 શખ્સોએ હુમલો કરી ફેકચર સહિતની ઇજા પહોંચાડયાની સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જયારે લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં પ્રૌઢ પર હુમલો કરી બે શખ્સોએ પાઇપ અને લાકડી ફટકારી ઇજા પહોંચાડયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. ઘાયલના પુત્રને રસ્તામાં ગાડી ચલાવવા બાબતે આરોપીઓ સાથે થયેલી બોલાચાલી બાદ તેના પિતા પર હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગરમાં એમ.પી.શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં ધરારનગર વિસ્તારમાં એલઆઇજી-1 આવાસની પાછળ રહેતા તાહીરાબેન સલીમભાઇ કમરૂદીનભાઇ શેખ નામના મહિલા પર સચિનભાઇ, વિક્રમભાઇ અને સંગીતાબેન નામના ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કરી હાથના ભાગે ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. તેમજ આરોપી સંગીતાબેને તેણીને ઢસડીને મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે તાહીરાબેને ત્રણેય આરોપીઓ સામે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડબાસંગ ગામે ભરતસિંહ લખુભા ચાવડા નામના પ્રૌઢ પર શકિતસિંહ પથુભા જાડેજા અને ચંદુભા પથુભા જાડેજા નામના બે ભાઇઓએ ગઇકાલે સવારે હુમલો કરી બિભત્સ વાણીવિલાસ આચરી, પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. પ્રૌઢના પુત્ર હરપાલસિંહને રસ્તામાં ગાડી બાબતે બોલાચાલી થતા આ બાબતનો ખાર રાખીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ બન્ને શખ્સોએ ભરતસિંહ પર હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે બન્ને ભાઇઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...