હુમલો:જામનગરમાં વેપારી પર ત્રિપૂટીનો હુમલો, એસટી બસ સ્ટેશન વિસ્તારમાં ધંધા ખારને લઈને હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જાહેર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરમાં બસ સ્ટેશન નજીક એક વેપારીને આંતરી લઇ ત્રણ શખસોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. યુવાન બસ સ્ટેન્ડમાં દુકાન ધરાવે છે જયારે એક આરોપીએ પણ દુકાન ખોલ ધંધો શરૂ કર્યો હતો. જો કે તેનો ધંધો ન ચાલતો હોવાથી અને યુવાનની દુકાન સારી ચાલતી હોવાને લઇને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગરમાં ગત તા.14મી ના રોજ રાત્રે સાડા અગિયારેક વાગ્યે એસ.ટી.રોડ પર વી.એમ. શાહ હોસ્પિટલ વાળી ગલીમાં રહેતા વિજયસિંહ દેવુભા રાઠોડ (ઉ.વ.39) નામના યુવાન પર ઋષિરાજસિંહ, અભિરાજસિંહ અને એક અજાણ્યા શખસ સહિતના ત્રણેય શખસોેએ હુમલો કર્યો હતો. જેમાં લોખંડના પાઇપ વડે વિજયસિંહને જમણા પગના ભાગે ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવના પગલે યુવાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જયાં સારવાર લીધા બાદ તેઓએ ત્રણેય શખસો સામે સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિજયસિંહ અને આરોપી ઋષિરાજસિંહને એસ.ટી.બસ સ્ટેન્ડ બાજુમાં દુકાન આવેલી છે. જેમાં વિજયસિંહનો ધંધો સારો ચાલતો હોવાથી અને ઋષિરાજની દુકાનનો ધંધો ન ચાલતો હોવાથી મનદુ:ખ થયું હતું. આ મનદુ:ખના કારણે ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસના પી.એસ.આઇ આર.કે. ગુસાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...