રજૂઆત:સિક્કા પાલિકામાં પ્રવાસ રાહત, ભથ્થાના ખોટા બિલ મૂકી ઉચાપત

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ચીફ ઓફીસર સામે શહેરી વિકાસ વિભાગમાં રજૂઆત

સિકકા નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફીસરે પ્રવાસ રાહત, મુસાફરી ભથ્થાના ખોટા બીલ મૂકી નાણાંની ઉચાપત કર્યાની રજૂઆત રાજયના શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિકાસ વિભાગને કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રજૂઆતમાં એસટી અને રેલવેની સુવિધા હોવા છતાં પૂર્વ ચીફઓફીસરે ખાનગી મોટરકારમાં મુસાફરી કરી હોવાનું જણાવાયું છે.

જામનગરના અરવિંદભાઇ વસાણીએ શહેરી વિકાસ વિભાગને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સિકકા પાલિકામાં વર્ષ-2016માં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા એ.બી.શેખે રજા પ્રવાસ રાહત અને મુસાફરી ભથ્થાના ખોટા બીલ રજૂ કરી સરકારી નાણાંની ઉચાપત કરી છે. તેઓએ ફરજ દરમ્યાન હગામી રોજમદારો કે જેઓની નિયમ મુજબ લાયકાત ન હોવા છતાં તહેવાર પેશગીની રકમ ચૂકવી છે. જેની વસૂલાત થઇ નથી. મુખ્ય અધિકારીએ રૂ.31874ના રજા પ્રવાસ રાહતનું બીલ રજૂ કરી પ દિવસના પગારના બદલે ભથ્થું લઇ ખોટું એલટીસી લીધું છે. તેઓને ત્રણ બાળકો હોવા છતાં એલટીસીનો લાભ લીધાનું અને એસટી બસ અને રેલવેની સુવિધા હોવા છતાં ખાનગી મોટરકારમાં મુસાફરી કરી બીલ લીધા હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...