બદલી:જામનગર જિલ્લામાં 9 મામલતદારની બદલી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય મામલતદારને એડીશનલ ચીટનીશ તરીકે રાજકોટ મૂકવામાં આવ્યા
  • શહેર મામલતદારને​​​​​​​ અમદાવાદ મૂકાયા

દિવાળી તહેવારો ટાંકણે મામલતદારોની બદલી કરવામાં આવી છે. જામનગરના નવ નાયબ મામલતદારોને બઢતી મળી છે. તેમાં શોભનાબેન ફળદુને મામલતદાર ધાંગધ્રા, બી.એમ.રેવરને મામલતદાર બાબરા, દક્ષાબેન જગડને ચીટનીશ, કલેક્ટર કચેરી-અમરેલી, એમ.પી. સૂચકને મામલતદાર ચૂંટણી-સુરેન્દ્રનગર, દક્ષાબેન રિંડાણીને ભાણવડ-મામલતદાર, પરેશકુમાર દવેને મામલતદાર-ચૂંટણી-રાજકોટ, ગુમાનસિંહ જાડેજાને ચીટનીશ, કલેક્ટર કચેરી-જૂનાગઢ, બી.ટી. સવસાણીને મમલતદાર-વલ્લભીપુર (ભાવનગર) અને પ્રકાશ મહેતાને જનસંપર્ક અધિકારી કલેક્ટર કચેરી અમરેલીમાં મૂકવામાં આવ્યા છે. જોડિયાના પી.કે. સરપદડિયાને જામનગરમાં પ્રોટોકોલ મામલતદાર તરીકે, જામજોધપુરના ધર્મેશ એન. કાછડને વેરાવળ (રૂરલ-ગીર સોમનાથ), જામનગર (ગ્રામ્ય) ના કે.કે. કરમટાને એડીશનલ ચીટનીશ (રાજકોટ), દ્વારકાના જે.સી. વાઘેલાને જામજોધપુરમાં જામનગર (ચૂંટણી) ના અક્ષર પી. વ્યાસને દસક્રોઈ (અમદાવાદ), મધ્યાહન ભોજન યોજનાના જે.ડી. જાડેજાને શહેર મામલતદાર, જામનગર, પ્રોટોકોલ મામલતદાર પી.એલ. ભૂટિયાને વંથલી (જામનગર) માં મૂકવામાં આવ્યા છે.

ઉપરાંત રાજકોટથી એચ.પી. તન્નાને કલેક્ટર કચેરી જનસંપર્ક અધિકારી-જામનગર, સાવરકુંડલાથી એમ.બી. દેસાઈને દેવભૂમિ દ્વારકા કલેક્ટર કચેરીમાં, બાબરાથી ધર્મેશ બગસરીયાને જામનગર-ગ્રામ્ય મામલતદાર ભાવનગરથી ધવલકુમાર એ. રબીયાને કલ્યાણપુરમાં મૂકવામાં આવ્યા છે. દિવાળી ટાંકણે જ રાજ્ય સરકાર દ્વારા જામનગર સહિત રાજ્યભરના મામલતદારોની બદલી કરવામાં આવતા કર્મચારીઓમાં અનેક સવાલ ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...