છાત્રોને તાલીમ:આગ લાગે ત્યારે ફાયર એકસ્ટિંગ્યુશરનો કેવી અપાઈ રીતે ઉપયોગ કરવો તેની છાત્રોને તાલીમ

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કવાયત| શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ અકસ્માતમાં બચાવ પાઠ ભણ્યા

જામનગરમાં વિવિધ સંસ્થાઓ- શાળામાં મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. તાજેતરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં બાળકોને ફાયર શાખાના સ્ટાફે અકસ્માતમાં બચાવ કેવી રીતે કરવો અને ફાયર એકસ્ટિગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ.પાંડિયન તથા સ્ટાફ દ્રારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 14 ખેતા ભગત પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને અગ્નિ અકસ્માતના સમયમાં અનિવાર્ય સંજોગોમાં ફાયર એકસ્ટિગ્યુશરનો ઉપયોગ કરી કેવી રીતે તાત્કાલિક અસરથી જીવ બચાવી શકાય તે સહિતની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી મનપાના ફાયર શાખાના સ્ટાફે કરી હતી. તાલીમ કાર્યક્રમમાં વિધાર્થીઓ અકસ્માતમાં કેવી રીતે બચાવ કરવો તેના પાઠ ભણ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...