તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વિકાસગૃહથી રામેશ્વરનગર માર્ગમાં રાતોરાત પેચવર્ક કરી ધૂળ નાંખતા શહેરીજનો ત્રાહિમામ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત ધૂળની ડમરી ઉડતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી
  • પાંચ સ્થળોએ પેચવર્ક બાદ સમગ્ર રોડને ડામરનું આસ્ફાલ્ટ કોટીંગ કરતા આશ્ચર્ય

જામનગરમાં વિકાસગૃહથી રામેશ્વરનગર સુધીના માર્ગમાં મહાનગરપાલિકાએ રાતોરાત પેચવર્ક કરી ધૂળ નાંખતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જામનગરમાં વિકાસગૃહથી રામેશ્વરનગર ચોક સુધીના માર્ગમાં શનિવારે રાત્રીના મનપા દ્વારા પેચવર્ક શરૂ કરાયું હતું. માર્ગમાં પાંચ સ્થળોએ પેચવર્ક કરાયા બાદ ડામરનું આસ્ફાલ્ટ કોટીંગ કરી ધૂળ નાંખવામાં આવી હતી. આથી રવિવારે દિવસભર સતત ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં.

આ અંગે મનપાના સીટી ઇજનેર શૈલેષ જોશીએ જણાવ્યું હતું કે, વિકાસગૃહથી રામેશ્વરનગર ચોક સુધીના માર્ગમાં પાંચ સ્થળોએ પેચવર્ક બાકી રહ્યું હોય એજન્સીના ખર્ચે કામ કરવામાં આવ્યું હતું. પેચવર્ક કર્યા બાદ ડામરનું આસ્ફાલ્ટ કોટીંગ કરી નિયમ મુજબ ડસ્ટ નાંખવામાં આવી હતી જેથી વાહનચાલકો સ્લીપ ન થાય.

અન્ય સમાચારો પણ છે...