ચૂસ્ત બંદોબસ્ત તૈનાત:સાની પુલ પર આવાગમન રોકાયું, અવિરત વરસાદથી માર્ગો પાણી પાણી

રાવલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ તથા આજુબાજુના પંથકમાં અવિરત ભારે વરસાદના કારણે સાની પુલ પર આવા ગમન તંત્ર દ્વારા બંધ કરાયુ છે.જે માર્ગ પર પોલીસ બેરીકેટ ગોઠવી ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. સાની ડેમની ઉપરના ભાગમાં અતિ ભારે વરસાદ પડવાથી પાણી ખૂબ પ્રમાણમાં વધતું હોવાથી રાવલ તથા આજુ બાજુના ગામ પણ જળબંબોળ થયા છે.

રાવલ નજીક રાણપરડા ગામમાં ચારે બાજુ પાણી ફરી વળ્યાં છે જેના કારણે રાવલથી કલ્યાણપુર દ્વારકાને જોડતો મુખ્ય પુલ બંધ કરવા તંત્રને ફરજ પડી છે. રાવલ પોલીસ ચેક પોસ્ટથી બેરી કેટ લગાવી રસ્તો બંધ કરી અને સાની પુલ ઉપર થી કોઈ પણ વાહન પસાર ન થાય તે માટે ત્યાં રાવલ પીલીસ સ્ટાફ પૂરતી તકેદારી રાખી કોઈ પણ વાહન પુલ ઉકાર થી જવાદેવા પર પ્રતિબંધ મુકેલ છે.

જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી પૂરતી તકેદારી રાખવા માં આવી રહેલ છે પોલીસ સાથે રાવલ પાલિકા નો સ્ટાફ પણ સાથે તૈનાત છે. કલ્યાણપુર મામલતદારનો ચાર્જ નાયબ મામલતદાર પાસે હોય તેવો ફોન ઉપાડતા ન હોવાથી લોકોને મોટી મુશ્કેલી પડી રહી હોવાનો આક્રોશ લોકોમાં ઉઠયો છે. આવી વિકટ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા કમસે કમ ફોન તો ઉપાડવાનુ કષ્ટ કરો એવો આક્રોશ સ્થાનિકો વ્યકત કરી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...