વિવાદ:ભાણવડમાં ટ્રાફિકબ્રિગેડ કર્મચારી પર હુમલો કરાયો, પુત્રને છોડાવવા જતાં પિતાને છરી ઝીંકી, રાવ

ખંભાળિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભાણવડમાં તું મારી પોલીસને બાતમી કેમ આપે છે કહીને ટ્રાફિક બ્રિગેડ કર્મી ઉપર હુમલો કરતા પુત્રને છોડાવવા ગયેલ પિતા ઉપર ઘાતક હુમલો કરી ઇજાઓ પહોંચાડવા અંગે એક શખ્સ સામે ફરીયાદ નોંધાઇ છે.પોલીસે આરોપીને સકંજામાં લેવા કવાયત હાથ ધરી છે.

ભાણવડમાં હર્ષદ માતાજીના મંદિર પાસે રહેતા જિતેન્દ્ર ભનુલાલ જાલાનો પુત્ર ભાણવડ પોલીસ મથકમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હોય ત્યારે આરોપી જ્યોતેન્દ્રસિંહ ઉર્ફે લાલો નવલસિંહ જાડેજાને નશો કરવાની ટેવ હોય આથી આરોપી જ્યોતેન્દ્રસિંહએ ટ્રાફિક બ્રિગેડના જવાનને કહેલ કે ‘’ તું પોલીસને મારી બાતમી કેમ આપે છે ‘’ તેમ કહી ઢીકાપાટુનો માર મારતા શરીરે મુંઢ ઇજાઓ પહોંચી હતી.

ત્યારે જીતેન્દ્રભાઈ છોડાવવા વચ્ચે પડતા આરોપીએ જીતેન્દ્રભાઈને છાતીમાં છરી મારવા જતા હાથ આડો રાખી દેતા હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આટલુ જ નહી આરોપી જ્યોતેન્દ્રસિંહએ અપશબ્દોનો પ્રયોગ કરી જિતેન્દ્રભાઈ તેમજ ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બહાર આવ્યો છે.આ સમગ્ર બનાવ અંગે પોલીસે જિતેન્દ્રભાઈ જાલાની ફરિયાદ પરથી આરોપી જ્યોતેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ગુન્હો નોંધી સંઘન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...