તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરેરાટી:માથાના દુ:ખાવાથી વેપારીનો આપઘાત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • સારવાર બાદ પણ માથાના દુ:ખાવામાં ફેર ન પડતા મોત મીઠું કરી લીધું
  • જામજોધપુરના મોટી ગોપમાં ઘર નજીક વાડામાં આત્મઘાતી પગલું ભર્યું

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતા વેપારી યુવાને ઘર નજીક વાડામાં ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીઘી હોવાનો બનાવ બહાર આવ્યો છે.મૃતકે માથાના દુ:ખાવાની તકલીફથી કંટાળી જઇ આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામે રહેતા વેપારી દિનેશભાઇ ભુદરજીભાઇ પીસાવરીયા (ઉ. વ.35) નામના યુવાને ગત તા.23ના રોજ સવારે તેના ઘર નજીક ખાલી વાડામાં ગળાફાંસો ખાઇ આયખું ટુ઼કાવી લીઘુ હતુ.

આ બનાવની મૃતકના મોટા ભાઇ સંજયભાઇ ભુદરજીભાઇ પીસાવરીયાએ જાણ કરતા જામજોધપુર પોલીસની ટીમ દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતક પરિણીત યુવાનને ઘણા લાંબા સમયથી માથામાં દુ:ખાવાની તકલીફ હતી, સારવાર પણ ચાલી રહી હતી જે દરમિયાન તેણે માથાના દુ:ખાવાથી કંટાળી જઇ આ પગલુ ભરી લીઘુ હોવાનુ પોલીસ સમક્ષ જાહેર થયુ છે. આ બનાવના પગલે મૃતકના પરીવારમાં શોક છવાયો છે. બનાવની વધુ તપાસ હેડ કોન્સ. એ.બી.જાડેજાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો