મગફળીની આવક:છે’ક તામિલનાડુથી વેપારીઓ મગફળી ખરીદવા માટે આવ્યા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર યાર્ડમાં રોકડીયા પાક ગણાતા મગફળીની ધૂમ આવક

ગુજરાતના બીજા નંબરના સૌથી મોટા રોકડીયા પાક ગણાતા મગફળીની સૌરાષ્ટ્રભરના યાર્ડમાં ધૂમ આવક થઈ રહી છે ત્યારે જામનગર માર્કેટિંગ યાર્ડમાં પણ નવી મગફળીની ધૂમ આવક થવા પામી છે. ટેકાને તડકે મૂકી ખેડૂતો યાર્ડ ખાતે ઓપન હરરાજીમાં મગફળી વેચવા ઉમટી પડતા મગફળીના 1360 જેવો ભાવ મળતા જગતનો તાત રાજીના રેડ થયો છે. બીજી બાજુ તામીલનાડુના વેપારીઓ પણ જામનગરની યાર્ડમાં ખરીદી કરવા આવ્યા છે, જેના કારણે ખેડૂતોને ઉંચા ભાવ મળી રહયા છે.

જામનગર જિલ્લામાં સચરાચર મેઘ મહેરથી મુખ્ય પાક ગણાતા મગફળીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થઇ રહ્યુ છે. સિઝનનો નવોનો પાક તૈયાર થઇ ગયો હોવાથી હાપા યાર્ડ ખાતે ખેડૂતો મગફળી વેચવા દોડી રહ્યા છે. જેને પગલે મણ દીઠ 1360 સુધી ભાવ મળવાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.

જામનગર માર્કેટિંગ યાર્ડમાં 6000 મણ મગફળીની આવક થવા પામી હતી. દિવાળીના તહેવારે આંગણે ટકોરો માર્યો છે ત્યારે મગફળી વેચીને રોકડી રકમ મળવાથી ખેડૂતોને નાણા સમયસર કામ આવવાના કારણોસર ટેકાના ભાવે મગફળી વેચવા કરતા ખેડૂતો ઓપન બજારનો લાભ લઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાપા યાર્ડના છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી તમિલનાડુના વેપારીઓ જામનગર મગફળી ખરીદવા આવી રહ્યા છે અન્ય રાજ્યમાં ગુજરાતની મંગફળીની મોટી માંગ હોવાથી વેપારીઓ સારી ગુણવતાની મગફળી ખરીદવા માટે 100 થી 150 સુધી ઉચી બોલી બોલીને યાર્ડમાં મગફળી ખરીદવાના લીધે ખેડૂતોને સારા ભાવનો લાભ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...