સમગ્ર વિસ્તારમાં ચકચાર:જામનગર શહેરના દિગ્વિજય પ્લોટમાંથી દારૂ સાથે વેપારી પકડાયો, 24 નંગ બોટલો પોલીસે કબજે લીધી

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​દારૂનો જથ્થો કયાંથી લાવ્યો તેની તપાસ

જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પસાર થઇ રહેલા એક વેપારીને પોલીસે 24 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે પકડી પાડયો છે, અને તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ દરોડાની વિગત એવી છે કે, જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે દિગ્વિજય પ્લોટ શેરી નં.54માં રહેતો લેખરાજ ઉર્ફે લખન ભગવાનદાસ કાલવાણી નામનો સિંધી વેપારી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે

બાતમીના આધારે મંગળવારે દિગ્વિજય પ્લોટ શેરી નં.58માંથી લેખરાજને પકડી પાડયો હતો અને તેના કબજામાંથી રૂપિયા 12 હજારની કિંમતની 24 નંગ ઈંગ્લીશ દારૂની બાટલી કબજે કરી લીધી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે તે જાણવા માટે વિશેષ પૂછપરછ હાથ ધરી છે. વિદેશી દારૂ સાથે પકડાયેલા આ સિંધી વેપારીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...