તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસર:સોશિયલ મીડિયા પર વેપાર: નાઈટ ડ્રેસ વધુ વેચાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિશાલ સોમૈયા, વેપારી, જામનગર, સોહીની ટીટા, વેપારી, જામનગર. - Divya Bhaskar
વિશાલ સોમૈયા, વેપારી, જામનગર, સોહીની ટીટા, વેપારી, જામનગર.
  • લગ્નની સિઝન ઠંડી હોવાથી મેકઅપના સાધનોની માંગ 10 ટકા, સંક્રમણનો પણ ભય

કોરોનાથી સંક્રમિત થવાના ભયને કારણે લોકો માર્કેટમાં જઈને ખરીદી કરવાને બદલે ઓનલાઈન ખરીદી તરફ વળતા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ઓનલાઇન ખરીદીના નવા માધ્યમ બન્યા છે. પરંતુ લગ્ન સિઝન ઠંડી ચાલી રહી હોવાથી હેવી કુર્તી, બાંધણી, ભારે સાડીઓ, ફેન્સી કૂર્તી, જીન્સ ટોપ, કોસ્મેટિક્સમાં મેકઅપ, હેર સ્ટ્રેટનર, હેર ડ્રાયર, કર્લિંગ, થ્રેડિંગ મશીનનું વેચાણ ઘટ્યું છે.

આંશિક લોકડાઉન અને ગરમીના કારણે લોકો વધુ પડતા ઘરમાં રહે છે જેને કારણે લોકોમાં કોટન અને રનીંગ ડ્રેસ મટીરીયલ અને નાઈટ ડ્રેસની માંગ વધી હોવાનું જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન વેપાર કરતા વેપારીઓ જણાવ્યું છે.

લોકડાઉન દરમિયાન 70 ટકા વેપાર સોશિયલ મીડિયા પર જ થયો
કોરોના પહેલા 70 ટકા લોકો દુકાન પર અને 30 ટકા લોકો ઓનલાઇન ખરીદી કરતા હતાં. પરંતુ મહામારીને કારણે આ રેશિયો ઊંધો થઈ ગયો છે. 70 ટકા લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના માધ્યમથી ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે. - વિશાલ સોમૈયા, વેપારી, જામનગર.

જીન્સ ટોપ, વેસ્ટર્ન કૂર્તીનું વેચાણ માત્ર 20થી 30 ટકા જેટલું જ થયું હતું
સંક્રમણના ડરને કારણે લોકો વધુ પડતા ઘરમાં જ રહે છે જેથી વેસ્ટન કુર્તી જીન્સ ટોપની માંગ ખૂબ જ ઘટી છે. હાલ માત્ર 20 થી 30 ટકા જેટલું જ જીન્સ ટોપનું વેચાણ થઈ રહ્યું છે, જ્યારે 80 ટકા જેટલું નાઈટ ડ્રેસનું વેચાણ વોટ્સએપના માધ્યમથી ઓનલાઇન જ થઈ રહ્યું છે. -સોહીની ટીટા, વેપારી, જામનગર.

સચ સુતરીયા, વેપારી, જામનગર, ટકી અંજુમ, વેપારી, ધ્રોલ.
સચ સુતરીયા, વેપારી, જામનગર, ટકી અંજુમ, વેપારી, ધ્રોલ.

હેવી બાંધણી, ડ્રેસ, દુપટ્ટાનું વેચાણ ઘટ્યું
મહામારીને કારણે સરકારે લગ્નમાં મર્યાદિત લોકોની છૂટ આપી છે. આથી ઓછા લગ્ન થતા મહિલાઓમાં હેવી સાડી, ડ્રેસ અને દુપટ્ટાની માંગ ઘટી છે. જે લોકો ખરીદી કરી રહ્યા છે તે કોટનના સાદા ડ્રેસ અને મટીરીયલની વિડીયો કોન્ફરન્સ તથા વોટ્સએપના માધ્યમથી ખરીદી કરી રહ્યા છે. - સચ સુતરીયા, વેપારી, જામનગર.

નાઈટ ડ્રેસ સિવાયનું વેચાણ માત્ર 30 ટકા
કોરોના ડર, આંશિક લોકડાઉન અને ગરમીના કારણે લોકો વધુ પડતા ઘરમાં જ રહે છે. જેથી પેન્ટ ટોપ, વેસ્ટર્ન કુરતી લેગીન્સ અને સાદા ડ્રેસનું વેચાણ ખૂબ ઓછું થાય છે. લોકો વધુ ઘરમાં રહેતા હોવાથી નાઈટ ડ્રેસ પહેરવાનું વધુ પસંદ કરતા 70 ટકા નાઈટ ડ્રેસ અને 30 ટકા અન્ય કપડાનું વેચાણ થાય છે. -ટકી અંજુમ, વેપારી, ધ્રોલ.

અન્ય સમાચારો પણ છે...