તપાસ:જામનગરમાં ઝેરી દવા પી રીક્ષાચાલકનો આપઘાત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બેડેશ્વરમાં ઘરે વિષપાન કર્યુ, સારવારમાં મૃત્યુ

જામનગરની ભાગોળે બેડેશ્વરના વૈશાલીનગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા એક યુવાને ગત રવિવારે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં દાખલ કરાયા હતા જયાં એકાદ દિવસની સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવની જાણ થતા સિટી-બી ડિવિઝન પોલીસે દોડી જઈ મૃતકના પરિજનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરની ભાગોળે બેડેશ્વર વિસ્તારના વૈશાલીનગરમાં રહેતા રીક્ષાચાલક અશ્વીનભાઇ ચેતનભાઇ બોખાણી (ઉ.વ. 25) નામના યુવાને ગત તા. 15ના રોજ સવારે 11 વાગ્યાના સુમારે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને તાત્કાલિક ગંભીર હાલતમાં સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં એકાદ દિવસની સારવારમાં તેઓનુ મૃત્યુ નિપજયુ હતુ.

આ બનાવની મૃતકના ભાઇ નિલેશભાઇ ચેતનભાઇ બોખાણીએ જાણ કરતા સીટી બી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવના પગલે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે.જયારે સંબંધિત વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...