શૈક્ષણિક પ્રવાસ:સમગ્ર શિક્ષા- જામનગર આઈ.ઈ.ડી,યુનિટની ટીમ દ્વારા 150 દિવ્યાંગ બાળકોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિયાળાની ઋતુઓમાં શાળાઓ માંથી પ્રવાસનું આયોજન થતું હોય છે ત્યારે તારીખ 06/01/2023 રોજ સમગ્ર શિક્ષા- જામનગર આઈ.ઈ.ડી,યુનિટની ટીમ દ્વારા જામનગર જિલ્લાના તાલુકાઓની સરકારી શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગજન અધિનિયમ 2016 એક્ટ મુજબ વિવિધ દિવ્યાંગતા ધરાવતા 105 જેટલા દિવ્યાંગ બાળકોને જૂનાગઢ ખાતે શૈક્ષણિક પ્રવાસ માટે લઈજવામા આવેલ.જ્યાં આ બાળકોને તળેટી, વિલિંગ્ડન ડેમ, તોરણીયા અને મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની સંસ્થા વગેરે સ્થળોની મુલાકાત કરાવામાં આવી હતી.

તેમજ સમગ્ર પ્રવાસના સમય દરમિયાન બાળકોને નાસ્તો, બપોર અને રાત્રિનું સ્વાદિષ્ટ ભોજન કરવામાં આવેલ, આ બાળકોએ સકરબાગ માં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ જોઈને ખુબજ આનંદ મળ્યો આ પ્રવાસ ને સફળ બનાવવા બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આઈ.ઈ.ડી કો- ઓર્ડીનેટર, દરેક તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડીનેટર તેમજ અનુદાન આપનાર સર્વ દાતાઓનો તમામ વાલી અને સ્પેશીયલ એજ્યુકેટર અને વિશિષ્ટ શિક્ષકો તમામનો આભાર માને છે.

અન્ય સમાચારો પણ છે...