ક્રાઇમ:મહિલા તબીબ પર ત્રાસ, સાસરિયા સામે ફરિયાદ; પતિ, સાસુ-સસરા, દિયર-દેરાણી સામે ગુનો

જામનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં.30માં એમ્પાયર કૃતિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને મેડીકલ પ્રેકટીસ કરતા હેતલબેન મેહુલભાઇ ખીમાણીએ તેણીના લગ્નજીવન દરમિયાન પતિ,સાસુ-સસરા,દિયર,દેરાણી વગેરેએ એકસંપ કરી નાની નાની વાતોમાં ઝઘડાઓ કરી મેણા ટોણા મારી મારકુટ કરીને શારીરીક માનસિક ત્રાસ ગુજાર્યાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.

આ બનાવની ભોગગ્રસ્ત મહિલાની ફરીયાદ પરથી પોલીસે સુરત ખાતે રહેતા પતિ મેહુલભાઇ રાજેશભાઇ ખીમાણી, સસરા રાજેશભાઇ નટવરભાઇ ખીમાણી, સાસુ મીનાબેન રાજેશભાઇ ખીમાણી, દિયર રાહુલભાઇ રાજેશભાઇ ખીમાણી અને દેરાણી પુજા રાહુલભાઇ ખીમાણી સામે સ્ત્રી અત્યાચારધારા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મહિલા પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...