જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને રાજકોટમાં રહેતા તેણીના સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢતાં તેણી માવતરે આવી ગયા પછી મહિલા પોલીસ મથકમાં તેણીના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં ગોકુલનગર, રડાર રોડ પર મથુરા સોસાયટીમાં રહેતી પૂનમબેન છગનભાઈ નકુમ નામની પરિણીતા કે જેના લગ્ન રાજકોટમાં રહેતા જયદીપ ભાઈ મગનભાઈ પરમાર સાથે થયા હતા. લગ્નની શરૂઆતના સારી રીતે રાખ્યા પછી તેણીને સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડાઓ કરી ગાળો ભાંડી હતી અને મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી તેણી છેલ્લા દોઢ વર્ષથી જામનગર પોતાના માવતરે આવીને રહ્યા રહેતી હતી.
દરમિયાન તેણીએ ગઈ કાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો, જ્યાં તેણે પોતાના પતિ જયદીપભાઈ મગનભાઈ, સસરા મગનભાઈ ભવાનભાઈ પરમાર, અને સાસુ વસંતબેન મગનભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે. આ બનાવની ફરિયાદના આધારે પોલીસે રાજકોટ સ્થિત સાસરીયા સામે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.