જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. આ વખતે પહેલી વાર પાંચેય બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ત્રણેય મુખ્ય પક્ષોની સાથે અન્ય પક્ષના તથા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઊતર્યા છે. જોકે ખરાખરીનો ખેલ તો ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે જ જામશે. જિલ્લાના કુલ 1206910 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે જિલ્લામાં કુલ 1287 મતદાન મથક ઊભાં કરાયાં છે. જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. આ વખતે પહેલી વાર પાંચેય બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ત્રણેય મુખ્ય પક્ષોની સાથે અન્ય પક્ષના તથા અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીજંગમાં ઊતર્યા છે. જોકે ખરાખરીનો ખેલ તો ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે જ જામશે. જિલ્લાના કુલ 1206910 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
હાલારની સાતે-સાત સીટો પર રસાકસીભર્યો જંગ ખેલાશે ભાસ્કર ન્યૂઝ | જામનગર જામનગર અને દેવભૂમિ દ્વારકાની સાત વિધાનસભા બેઠક પર 1 ડિસેમ્બર ગુરૂવારના રોજ ચૂંટણી જંગ યોજાવાનો છે. હાલારની આ તમામ સીટો પર મતદારો કોના પર કળશ ઢોળશે તે કળી શકાતું નથી. સાતે-સાત સીટો પર આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથો-સાથ આમ આદમી પાર્ટીએ પણ ઝુકાવ્યું હોવાથી જંગ વધુ રસાકસી ભર્યો બને તેવી શક્યતા સેવાઇ રહી છે. આ સાથે જામનગર જિલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા અચૂક મતદાન કરવા મતદારોને અપીલ કરવામાં આવી છે. 1 ડિસેમ્બરના રોજ મતદાન થયા પછી ભરેલું નાળિયેર આઠ દિવસ સુધી મતદારોના જીવ અધ્ધર રાખશે, 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી પછી હાલારની જનતાએ કોના પર વિજય કળશ ઢોળ્યો છે તે સ્પષ્ટ થઇ જશે.
મતદારકાર્ડ ન હોય તો આ 12 દસ્તાવેજ ઉપયોગી આધારકાર્ડ, મનરેગા જોબકાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ જાહેરસાહસો/ પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, સંસદસભ્ય/ ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર.
બેઠકદીઠ મતદાન મથકો
બેઠક | મતદાન મથક | સંવેદનશીલ |
કાલાવડ | 300 | 105 |
જામ. ગ્રામ્ય | 279 | 69 |
જામ. ઉત્તર | 230 | 48 |
જામ. દક્ષિણ | 197 | 48 |
જામજોધપુર | 281 | 101 |
જિલ્લાની પાંચ બેઠકના ઉમેદવારો
બેઠક | ભાજપ | કૉંગ્રેસ | આપ |
કાલાવડ | મેઘજી ચાવડા | પ્રવિણ મૂસડીયા | ડો. જીગ્નેશ સોલંકી |
જામ. ગ્રામ્ય | રાઘવજી પટેલ | જીવણ કુંભારવડીયા | પ્રકાશ દોંગા |
જામ. ઉત્તર | રિવાબા જાડેજા | બિપેન્દ્રસિંહ જાડેજા | કરશન કરમૂર |
જામ. દક્ષિણ | દિવ્યેશ અકબરી | મનોજ કથીરીયા | વિશાલ ત્યાગી |
જામજોધપુર | ચિમન સાપરીયા | ચિરાગ કાલરીયા | હેમત ખવા |
ક્યાં શું સ્થિતિ
કાલાવડ : ત્રિપાંખિયાે જંગ જામવાની શક્યતા, કોંગ્રેસ પોતાનો ગઢ સાચવી શકશે ?
જામનગર ગ્રામ્ય : અહીં ત્રિપાંખીયો નહીં, ચતુષ્કોણીય જંગ જામવાની સંભાવના.
જામનગર ઉત્તર : હકુભાનું પત્તુ કાપી સેલિબ્રિટીના પત્નીને ટીકીટનો જુગાર સફળ થશે ?
જામનગર દક્ષિણ : ભાજપ અને કોંગ્રેસે નવાસવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે.
જામજોધપુર : કૉંગ્રેસે અહીં પણ ધારાસભ્યને રીપીટ કર્યા છે. ભાજપે પૂર્વ મંત્રીને રીપીટ કર્યા છે. બન્નેની સામે પ્રથમવાર આપ મેદાનમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.