જામનગરનો 483મો સ્થાપના દિવસ:સૌરાષ્ટ્રનું પેરિસ, છોટી કાશી, નગર, નવાનગરથી ઓળખાતા જામનગર શહેરનો આજે બર્થ ડે, શહેરની સ્થાપના સમયે રોપાયેલી ખાંભીનું પૂજન કરાયું

જામનગર6 દિવસ પહેલા
  • શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી
  • હેરિટેજ વોકમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્યે હેરિટેજ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વોકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી , મેયર બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ વિવિધ સંસ્થાઓ, શાળાઓના બાળકો બહોળા પ્રમાણમાં જોડાયા હતા આ હેરિટેજ વોક માં 3000થી વધુ સંસ્થાઓ, શાળાઓના બાળકો જોડાયા હતા.

જામનગર શહેરના 483માં સ્થાપના દિવસની ઉજવણી
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જામનગરના 483 માં સ્થાપના દિન નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ખંભાળિયા ગેટ થી દરબાર ગઢ સુધી હેરિટેજ વોક યોજાયું હતું. આ હેરિટેજ વોક માં જામનગરની વિવિધ ધાર્મિક ,સામાજિક સંસ્થાઓ વિવિધ સંગઠનો સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા બહોળા પ્રમાણમાં શહેરીજનો તિરંગા સાથેના આ હેરિટેજ વોક મા જોડાયા હતા આ કાર્યક્રમમાં અંદાજિત 3000 થી 3500 જેટલા સંસ્થાકીય લોકો અને સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા.

શહેરમાં આજે હેરિટેજ વોકનું આયોજન કરાયું
આ હેરિટેજ વોક ની શરૂઆત શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી એ પ્રસ્થાન ખંભાળિયા ગેટ થી કરાવ્યું હતું તિરંગા સાથેનું આ હેરિટેજ વોક ભુજીયો કોઠો થઈ લાખોટા લેખ ગેટ નંબર 8 થી પ્રવેશ કરી જામરણજીતસિંહજી ની પ્રતિમા ખાતે જઇ લખોટા ગેઇટ નંબર 6થી માંડવી ટાવર થઈ દરબાર ગઢ ખાતે પહોંચી હતી. દરબારગઢના સર્કલ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ અને શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગાન બાદ આ હેરિટેજ વોક પૂર્ણ થઈ હતી.

જામનગરની સ્થાપના સમયે રોપાયેલી ખાંભી
જામનગરની સ્થાપના સમયે રોપાયેલી ખાંભી

શહેરની સ્થાપના સમયે રોપાયેલી ખાંભીનું પૂજન કરાયું
હેરિટેજ વોકની પુર્ણાહુતિ બાદ દિલાવર સાયકલ સ્ટોર ખાતે જામનગરના 483માં સ્થાપના દિન નિમિત્તે પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ખાંભી પૂજનના મુખ્ય યજમાન મેયર બીનાબેન કોઠારી રહ્યા હતા. તેઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક દિલાવર સાયકલ સ્ટોર ખાતે આવેલ જામનગરની સ્થાપના થયેલ હોય તે ખાંભીનું પૂજન કર્યું હતું .

અન્ય સમાચારો પણ છે...