150મી જન્મજયંતી:ભારતમાં જેમના નામ પર રણજી ટ્રોફી રમાય છે તે જામનગરના પૂર્વ રાજવી અને ક્રિકેટર જામ રણજીતસિંહનો આજે જન્મદિન

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામ રણજીતસિંહજીની ક્રિકેટ ક્ષેત્રે વિશ્વમાં નામના
  • ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો અને ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમ્યા

વીસમી સદીમાં જામનગરે ક્રિકેટ વિશ્વને આપી છે વિરાટ વિભૂતિ, જામ રાજવી પરિવારમાં જન્મેલ રાજા રણજીતસિંહ પોતાના રાજવી કાળ કરતા ક્રિકેટ કૌશલ્યને લઈને વધુ ખ્યાતી મેળવી હતી. જામજોધપુરના સડોદર ગામે જન્મેલા આ રાજવીએ પોતાનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો. અભ્યાસની સાથે જ ક્રિકેટને પોતાના જીવન સાથે વણી લઇ કેમ્બ્રિજ યુનીવર્સીટીના પ્રથમ કક્ષાના ક્રિકેટથી માંડી સસેક્સ અને ઇગ્લેંડની ટીમ સુધીની સફરમાં અનેક આયામો સર કર્યા છે. સાથે સાથે જામનગરની પ્રજા જીજી હોસ્પિટલ, પહોળા રસ્તાઓ વાળા શહેરની વચ્ચે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તે પણ જામ રણજીના સાશનકાળમાં બન્યું છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં જન્મ થયો
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં દરબારગઢમાં જામ રણજીતસિંહનો જન્મ થયો હતો. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસની સાથે સાથે ક્રિકેટમાં અભિરુચિ દર્શાવી હતી . જેમ જેમ ક્રિકેટ રમતા ગયા તેમ તેમ અનેક આયામો સર કર્યા જામ રાજવીએ વર્ષ 1893-94માં કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્રિકેટ કલબથી શરૂઆત કરી એક વર્ષ સુધી યુનિવર્સિટી સાથે જોડાયેલ રહ્યા. ત્યારબાદ વર્ષ 1895થી 1920 સુધી સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા. જયારે વચ્ચે ચાર વર્ષ સુધી લંડન ક્રિકેટ કાઉન્ટી કલબ સાથે પણ જોડાયા હતા. જમણેરી બેસ્ટમેન તરીકે ક્રિકેટ રમી રણજીતસિંહની વર્ષ 1896માં ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ટીમમાં પસંદગી પામ્યા હતા અને વર્ષ 1902 સુધી ઇંગ્લેન્ડની ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રાન્ય હતા. તેઓએ 15 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં 45 રનની સરેરાસ સાથે કુલ 989 રન નોંધાવ્યા છે.જયારે 307 ફર્સ્ટ ક્લાસ મેચમાં 56.04ની એવરેજથી 24,692 રન બનાવ્યા છે. બીજી તરફ ટેસ્ટ કારકિર્દીમાં એક વિકેટ અને પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં 133 વિકેટનો સમાવેશ થાય છે. તેઓએ ક્રિકેટની સુધરતી જતી પીચનો લાભ લઇને બેકફૂટ પ્રકારની ક્રિકેટ શૈલીનો ઉપયોગ કર્યો હતો અને તેમણે લેગ ગ્લાન્સની ક્રિકેટ વિશ્વને ભેટ આપી છે. ક્રિકેટ વિશ્વમાં સ્થાપેલ આયામોને લઈને રણજીતસિંહનાં નામે ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા રણજી ટ્રોફીને તેઓની નામ આપવા આવ્યું છે.

જામ રણજીતસિંહજીએ જામનગરમાં 26 વર્ષ રાજ કર્યું
રાજવી રણજીતસિંહ 1907માં ભારત પરત ફર્યા હતા અને નવાનગર જામનગર રજવાડાના મહારાજા જામ સાહેબ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ક્રિકેટ કુનેહ ઉપરાંત જામનગર શહેર અને સ્ટેટના વિકાસના કાર્યોને લઈને પણ પ્રજા ક્યારેય નહી વિસરે, વર્ષ 1907 થી 1931 સુધી જામનગરમાં સાશન કરી મહેસુલ પદ્ધતિમાં ધરખમ સુધારા કરી વધુ વ્યવહારિક બનાવી, જામનગરથી દ્વારકા સુધીનો રેલ્વે ટ્રેક, ઈરવીન(હાલ જીજી) હોસ્પિટલ બેડીબંદરનો વિકાસ, સુમેર સ્પોર્ટ્સ કલબ, હાલ શહેરની જીવાદોરી સમો રણજીત સાગર ડેમ, શહેરને આધુનિક બનાવી પહોળા રસ્તાઓની ભેટ સહિતના કર્યો જામ રણજીતસિંહજીના સમયમાં થયા હતા.આ ઉપરાંત તેઓના કાર્યકાળ દરમિયાન સેક્રેટરીએટ પદ્ધતિ પણ તેઓએ દાખલ કરાવી હતી. ક્રિકેટ વિશ્વને જેટલું આપ્યું એટલું જ રાજા તરીકે પ્રજાને પણ આપ્યું છે આ જાજરમાન જામ રાજવીએ, આજે તેઓની જન્મ જયંતી નિમિતે સમગ્ર હાલારીઓ વતી જામ રાજવીને સત સત નમન.

જામરણજીના નામે દેશમાં રમયા છે 'રણજી ટ્રોફી'
ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજિતસિંહજીની 150 મી જન્મજયંતિભારતીય ક્રિકેટના ઇતિહાસમાં રણજીસિંહનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે. આજે પણ દેશમાં રમાતી રણજીટ્રોફી ટૂર્નામેન્ટએ જામ રણજીતસિંહની યાદમાં રમાય છે. તે સમયે અંગ્રેજ પ્રજામાં એવી છાપ હતી કે, કાળી ચામડી વાળા શું ક્રિકેટ રમી શકે…? જામ રણજીતે તેને દૂર કરી હતી અને એક પછી એક કિર્તિમાનો સ્થાપી નવાનગરનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...