આજે જામનગરનો સ્થાપ્ના દિવસ:482મો સ્થાપના દિવસ ઉજવાશે, સ્વાતંત્ર્ય પર્વ અને શહેરના સ્થાપના દિનનો સુભગ સમન્વય

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાંભી પૂજન અને જામસાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે

જામનગરમાં રવિવારે શ્રાવણ સુદ સાતમના શહેરના 482 માં સ્થાપના દિનની ઉજવણી મહાપાલિકા દ્રારા કરવામાં આવશે. આ પ્રસંગે ખાંભી પૂજન અને જામસાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. રવિવારે સ્વાતંત્ર્ય પર્વ અને શહેરના સ્થાપના દિવસનો સુભગ સમન્વય થયો છે.

રાજાશાહીના સમયમાં શ્રાવણ સુદ સાતમના જામનગરની સ્થાપના થઇ હતી. નવાનગર-જામનગરના 482માં સ્થાપના દિવસની તા.15 ઓગષ્ટના મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારે 8 વાગ્યે દરબારગઢ નજીક, દિલાવર સાયકલ સ્ટોર્સમાં આવેલી નગરના સ્થાપના સમયની ખાંભીનું પૂજન મેયર દ્વારા કરાશે. ખાંભી પૂજન બાદ લાલબંગલા સર્કલમાં આવેલી કર્નલ રાજેન્દ્રસિંહ જાડેજા અને તળાવની પાળે આવેલી પૂર્વ રાજવી જામરાવલજી, જામરણજીતસિંહજી તથા જામદિગ્વિજયસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. રવિવારે 15 ઓગષ્ટ હોય સ્વાતંત્ર્ય પર્વ અને શહેરની સ્થાપના દિવસનો સુભગ સમન્વય થયો છે.

અન્ય સમાચારો પણ છે...