ખગોળીય ઘટના:આજે સમગ્ર પૃથ્વી પર દિવસ અને રાત એક સરખા થશે

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઉગશે, ધીમે ધીમે દિવસ ટૂંકો થશે

શુક્રવારના દિવસે વધુ એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ દિવસે રાત્રી અને દિવસ બન્ને સરખા થશે. આ દિવસે સૂર્ય પૂર્વ દિશામાં ઉગશે, અને ધીમે ધીમે દિવસ ટૂંકો થતો જશે, તેમજ રાત્રી મોટી થશે. સૂર્ય હંમેશા એક જગ્યા ઊગતો દેખાતો નથી. શિયાળામાં દક્ષિણ તરફ ખસીને ઊગતો દેખાય છે. ઉનાળામાં તે ઉત્તર તરફ ઊગતો દેખાય છે. સૂર્ય જ્યારે પોતાની વાર્ષિક આકાશી યાત્રા રવિમાર્ગ-કાંતિવૃત ઉપરથી ઉત્તર તરફ છે, ત્યારે તે આકાશી વિષુવવૃત ને બે બિંદુ આગળ છેદે છે. આ બંને દિવસો એ સૂર્ય કિરણો ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ સુધી પૃથ્વી ના બે સરખા ભાગ પાડી દે છે.

જેથી આ દિવસ દરમિયાન પૃથ્વી ના દરેક ભાગ માં દિવસ અને રાતની લંબાઈ સરખી બને છે. 21 માર્ચ વસંત સંપાત અને 23 સપ્ટેમ્બર શરદસંપાતના દિવસોએ દિવસ અને રાત્રિની લંબાઈ સરખી હશે. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો સરખો અને 12 કલાકનો રહેશે. 23 સપ્ટેમ્બરના રોજ સૂર્ય બરાબર સાચી પૂર્વ દિશા માં ઉગશે ત્યાર પછીના દિવસો દરમ્યાન સૂર્ય દક્ષિણ દિશા તરફ ખસી ને ઊગતો દેખાશે. તે દિવસ વર્ષ નો ટુંકા માં ટુંકો દિવસ હોય છે. આ ઘટના ૨૨ ડિસેમ્બર ની આસપાસ હોય છે. જામનગર શહેર જિલ્લાની ખગોળ પ્રેમી જનતાએ આ અલૌકિક ખગોળીય ઘટનાની 23 સપ્ટેમ્બરના અનુભૂતિ કરવા જામનગર ખગોળ મંડળના કીરીટભાઇ શાહે અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...