તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ઓનલાઇન અભ્યાસની ઉણપને દુર કરવા ધો. 1 થી 10ના છાત્રોને કરવો પડશે બ્રિજ કોર્સ

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહત્વના ચાર વિષયોની સાથે પાછલા ધોરણના પાયાના મુદાઓની અપાશે તાલીમ

ચાલી રહેલા કોરોના કાળને કારણે વિધાથીઓને ગત વર્ષે માસ પ્રમોસન આપવામાં આવ્યુ હતું. આ વર્ષે પણ કોરોનાના વધતાં સંક્રમણને કારણે ધોરણ 1 થી 10 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. પરંતુ હવે આ નિર્ણયને કારણે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને એક નવો કોર્સ કરવો પડશે. રાજ્યમાં 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ સાથે ધો.1થી 10ના વિદ્યાર્થીઓ માટે એક માસનો બ્રિજ કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ જે ધોરણમાં ભણતા હોય તેના પાછલા ધોરણના અભ્યાસક્રમને સમાવી બ્રિજ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના અભ્યાસની બાબતો જાણી શિક્ષકો દ્વારા ચકાસણી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. જો કે આ બ્રિજ કોર્સ અંગે શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે.

બ્રિજ કોર્સ ક્લાસરેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય ધોરણ-૧ માટે શાળા તાત્પરતા, ધોરણ-૨, ૩ માટે વર્ગ, ગુજરાતી, ગણિત, ધોરણ-૪થી ૯ માટે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી તેમજ ધોરણ-૧૦ માટે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયનો સમાવેશ કરાયો છે. સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કેજીબીવી, મોડલ, મોડલ ડે, આશ્રમ શાળાઓના ધોરણ-૧થી ૧૦ના વિદ્યાર્થીઓને આ સાહિત્ય ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ૭ જૂન, ૨૦૨૧ સુધીમાં પહોંચાડવામાં આવશે. આ સાહિત્યની સોફ્ટકોપી સમગ્ર શિક્ષા કચેરીની વેબસાઈટ પર પણ મુકાશે.

બ્રિજ કોર્સ એટલે શું?
બ્રિજ કોર્સ એટલે કે વિદ્યાર્થીમાં ઓનલાઈન અભ્યાસને કારણે રહેલી ઊણપને દૂર કરતો સેતુ, એટલે કે ધોરણ 7ના વિદ્યાર્થી માસ પ્રમોશથી ધોરણ 8માં આવશે. હવે આ વિદ્યાર્થીઓ ધોરણ 7માં માત્ર ઓનલાઈન જ ભણ્યાં છે, જેથી ધોરણ.8 માં અભ્યાસ કરવા માટે તેમનામાં રહેલી ધોરણ 7ની ઊણપ બ્રિજ કોર્ષ થકી પૂરી કરવામાં આવશે. આમ માસ પ્રમોશનથી આગળના ધોરણમાં આવેલ વિદ્યાર્થીનું લેવલ બ્રિજ કોર્સ થકી લવાશે.

મહત્વના વિષય, પાયાના મુદાઓ શીખડાવાશે
બ્રિજ કોર્સમાં લગભગ એક માસ માટે અતિ મહત્વના ચાર વિષયોનું અને પાછલા ધોરણના પાયાના મુદાઓ શીખડવામાં આવશે જે છાત્રોને આગામી વર્ષ માટે ફાયદાકારક પુરવાર થશે. આ કોર્સથી 1 વર્ષ દરમિયાન થયેલું શૈક્ષણિક નુકશાન મહદઅંશે કવર કરી શકાશે.> ભારતેશ શાહ, ચેરમેન, રાધિકા એજયુકેર શાળા.

અન્ય સમાચારો પણ છે...