ધ્રોલ તાલુકાના ગોલીટા ગામના અને રાજકોટ રહેતા ખેડૂતો ધ્રોલ પંથકમાં આવી આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા ખાઈ લીધો હતો . જેમાં તેનું મોત નિપજતા પંથકમાં અરેરાટી મચી જવા પામી છે . ખેતીમાં વર્ષ નબળું ગયું હોવાથી ઉપજ નહીં મળતા તેમજ રિક્ષા ડ્રાઇવિંગમાં આર્થિક તંગીના કારણે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે .
પોલીસ મથકે નોંધાયેલ વિગત અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગોલીટા ગામના વતની અને હાલ રાજકોટમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા નવલભાઇ આયદાનભાઈ બાળાએ ગોલીટા ગામે ઝાડ સાથે ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધું છે .
આ બનાવ અંગે મૃતક ખેડૂત નવલભાઇના પુત્ર કેવલભાઈ બાળાએ પોલીસને જાણ કરી હતી . પુત્રે જણાવ્યું કે ગોલીટા ગામમાં ખેતીની જમીન આવેલી છે , જ્યાં ચાલુ વર્ષ નબળું ગયું હોવાથી ખેતીમાં સારી ઉપજ મળી ન હતી , અને તેઓ રાજકોટ રહેતા હતા જ્યાં તેના પિતા નવલભાઇ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા .
પોતાને પરિવારમાં બે સંતાનો એક પુત્ર 20 વર્ષ અને પુત્રી 22 વર્ષ કે જે બંનેને પરણાવવાની જવાબદારી બાકી હતી . જ્યારે ખર્ચમાં ખૂબ જ તંગી રહેતી હોવાના કારણે આર્થિક ભીંસ અનુભવતાં આખરે ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધાનું જાહેર થયું છે . જેને લઈને ધ્રોલના એસઆઈ એમ . પી . મોરી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.