કલેકટરને રજૂઆત:શહેરમાં દિવ્યાંગોની યોજનાનું સમયસર અમલીકરણ કરો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં દિવ્યાંગોની યોજનાનું સમયસર અમલીકરણ કરવા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટે કલેકટરને રજૂઆત કરી છે. ઇ-ધરા કેન્દ્રમાં દિવ્યાંગોને દાખલામાં પડતી સમસ્યા ઉકેલવા માંગ કરી છે.

જામનગર આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટે કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર સરકારની વિવિધ યોજનાઓનો સમયસર અને સરળતાથી અમલીકરણ કરી દિવ્યાંગ સમુદાયને લાભાન્વિત કરવા, વિકલાંગતા અધિકારો અને નિયમો અનુસાર સરકારી સંસ્થાઓમાં ફરિયાદ રજીસ્ટર નિભાવવાની જોગવાઇ હેઠળ ફરિયાદ નિવારણ અધિકારી નિમવા, બિનસરકારી પાંચ સભ્યની સંપૂર્ણ સમિતિની રચના કરવા માંગણી કરી છે.

તદઉપરાંત ઇ-ધરા કેન્દ્રમાં જુદા-જુદા દાખલા કઢાવવા આવતા દિવ્યાંગ રજદારોને પડતી હાલાકી નિવારવા પણ માંગણી કરી છે. સાથે સાથે અગાઉ કરેલી રજૂઆતો અન્વયે એકશન પ્લાન તૈયાર કરવા, દિવ્યાંગોના અધિકારો અને હકકના રક્ષણની વિવિધ જોગવાઇનું જિલ્લાકક્ષાએ યોગ્ય અમલીકરણ કરાવવા, દિવ્યાંગોને સુલભતા ઉપલબ્ધ કરાવવા રજૂઆતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...