અરેરાટી:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં કાળચક્ર ફરી વળ્યું, જુદા-જુદા બનાવમાં 6ના અકાળે મોત

ખંભાળિયા, જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખંભાળિયા શહેર-ગ્રામ્યમાં જુદા જુદા બનાવમાં 4 વ્યક્તિના મૃત્યુ
  • દ્વારકાના આરંભડામાં અકળ કારણોસર યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કાળચક્ર ફરી વળતા જુદા જુદા બનાવમાં છ વ્યકિતના અપમૃત્યુ નિપજયાના બનાવ બહાર આવ્યા છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળિયાના ભરાણા ગામે રહેતા પ્રદિપસિંહ સરદારસંગ જાડેજા (ઉ.વ. 35) નામના યુવાને ઘરે ઓસરીમાં ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીઘુ હતુ.મૃતક યુવકે માતા બિમાર હોય અને કોઇ કામધંધો ન હોય જેથી મનમાં લાગી આવતા આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.

જયારે દ્વારકા તાલુકાના આરંભડા ગામે ચીખલી તળાવ વિસ્તારમાં રહેતા સાજીદભાઇ કાસમભાઇ સંધાર (ઉ.વ. 22) નામના યુવાને કોઇ કારણોસર તેના ઘરે છતના પીઢીયામાં રસ્સી વડે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લીઘુ હતુ.આ બનાવની મૃતકના પિતા કાસમભાઇ હારૂનભાઇ સંધારએ જાણ કરતા મીઠાપુર પોલીસની ટીમ દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

જયારે કલ્યાણપુરના લાંબા ગામે રહેતા સુરેશભાઇ સોમાભાઇ હાથીયા (ઉ.વ. 30) નામના મજુરીકામ કરતા યુવાનનુ ગત તા.8ના રોજ મોડી સાંજ પુર્વે કોઇ કારણોસર મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની સોમાભાઇ જેઠાભાઇ હાથીયાએ જાણ કરતા કલ્યાણપુર પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાળીયાના કુબેર વિસોત્રી વાડી વિસ્તારમાં રહેતો અંકિત નામો બાળક પોતાના ઘરે મકાનમાં રમતો હોય અને મકાનમાં કપડાં સુકાવવાની દોરી બાંધેલ તેમાં ચુંદડી નીચે લટકતી હોય આ ચુંદડી અંકિતના ગળામાં વીંટળાઈ જતા અંકિતને ગળાફાંસો લાગી જતા તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

લાલપરડા ગામે આવેલ મારીયા વાડી વિસ્તારમાં રહેતા કડવીબેન પોતાના ઘરે પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

જામનગરના યુવકનો આપઘાત
શહેરના તિરૂપતિ હનુમાનજી મંદિર પાસે રહેતા દિવ્યેશ અશોકભાઈ અજમેરીયા (ઉ.વ.21) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનું જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...