તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણજન્મોત્સવની તૈયારી:દ્વારકામાં જન્માષ્ટમીના પર્વને ઉજવવા ભક્તો આતુર, 1300 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે ફરજ બજાવશે

જામનગર22 દિવસ પહેલા
  • આજે મંદિરની અંદર અને આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કરવામા આવ્યો
  • દર્શનાર્થીઓને 56 સીડીથી પ્રવેશ આપવામા આવશે

કૃષ્ણ જન્મોત્સવને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દ્વારકામાં ભગવાનના જન્મોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે. કોવિડ ગાઈડલાઈન્સના ચુસ્ત અમલ સાથે જન્મોત્સવ માટે મંજૂરી આપવામા આવી હોય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. જન્માષ્ટમીના પર્વ પર દર વર્ષની માફક મંદિરને રંગબેરંગી લાઈટ્સથી શણગાર કરાતા રાત્રિના સમયે મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ગત વર્ષે કોરોનાના કારણે ભક્તો દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવમાં હાજર રહી શક્યા ન હતા. જ્યારે આ વર્ષે સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવમાં હાજર રહેવા માટે ભક્તોને પણ છૂટ આપવામા આવી છે. ત્યારે ભક્તો પણ કાનાના જન્મને વધાવવા આતૂર બન્યા છે. દ્વારકામાં આજથી જ ધીમે ધીમે શ્રદ્ધાળુઓ પહોંચવા લાગ્યા છે.

ભક્તોએ 56 સીડીથી પ્રવેશ કરી મુખ્ય દ્વારથી બહાર નીકળવાનું રહેશે
જન્માષ્ટમીના દિવસે મંદિરમાં ભીડ ના થાય અને સુરક્ષા વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે જન્માષ્ટમીના દિવસે દર્શનાર્થીઓને 56 સીડીથી પ્રવેશ આપી મુખ્ય દ્વારેથી બહાર નીકળી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામા આવી છે. મંદિર પર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમોનો પાલન કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામા આવી છે.

1300 પોલીસ કર્મચારીઓ ખડપગે ફરજ બજાવશે
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા માટે 100 જેટલા પોલીસ અધિકારી અને 1200 પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ફરજ બજાવશે,. જન્માષ્ટમી પૂર્વે જ કલેકટર, એસપી, ડીડીઓ, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ મંદિરની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામા આવ્યું હતું. તમામ પોલીસ જવાનોને આજે ઉચ્ચ અધિકારીઓ તરફથી જરુરી માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

મંદિર પરિસરને સેનેટાઈઝ કરવામા આવ્યું
મંદિર પરિસરને સેનેટાઈઝ કરવામા આવ્યું

મંદિર પરિસરને સેનેટાઈઝ કરવામા આવ્યું
સોમવારે જન્માષ્ટમીના દિવસે દ્વારકા મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેવાની શક્યતાઓ છે. ત્યારે આજે તંત્ર દ્વારા સમગ્ર મંદિર પરિસરને સેનેટાઈઝ કરવામા આવ્યું હતું. મંદિરની અંદર અને મંદિરની બહાર જે સ્થળ પર પ્રવાસીઓની અવરજવર રહેવાની છે તે તમામ સ્થળોને સેનેટાઈઝ કરવામા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...