ગમખ્વાર અકસ્માત:પોરબંદર નજીક ચિકાસા અને નરવાઈ ગામ પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો, ખજુરીયા ગામના ત્રણ યુવાનોનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય યુવાનો ખજુરીયાથી માંગરોળ નજીકના લોઈજ ગામ જઈ રહ્યા હતા
  • પોરબંદર નજીક કાર પલટી જતા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત

પોરબંદર નજીકમા ચિકાસા અને નરવાઈ ગામ વચ્ચે કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજુરીયા ગામના ત્રણ યુવાનોનું મોત થયુ છે.

અકસ્માતને પગલે ખજુરીયા ગામમાં શોકનો માહોલખંભાળિયાના ખજુરીયા ગામના ત્રણ યુવાનો માંગરોળ તાલુકાના લોઈજ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન પોરબંદર નજીકના ચિકાસા અને નરવાઇ ગામ વચ્ચે કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખજુરીયા ગામના ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. ખંભાળિયા તાલુકાના મૃતક કિશન ચંદ્રાવડીયા, મયુર ચંદ્રાવડીયા અને ઘેલુ ચંદ્રાવડીયા નામના ત્રણેય યુવાનો ખજુરીયાથી માંગરોળ નજીકના લોઇજ ગામ જતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા ખજુરીયા ગામે શોકનું મોજુ પ્રસરી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...