તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડમાં હોનારત:જામનગરના ત્રણ યુવાનો ઉત્તરાખંડમાં ફસાયા, કેદારનાથ ટ્રેકિંગ માટે ગયા હતા

જામનગરએક મહિનો પહેલા
 • યુવાનો સાથે પરિવારનો સંપર્ક થયો નથી
 • જે લોકો લઇ ગયા છે તેમના સંપર્કમાં છીએ. તેમને ત્યાં કોઇ પ્રોબ્લેમ નથીઃ યુવકના પિતા

ઉત્તરાખંડમાં ગઇકાલે ગ્લેશિયર તૂટતા ઋષિગંગા નદીમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી, જેમાં 150થી વધુ લોકો તણાયા હોવાનું જણાવાઈ રહ્યું છે અને 10 જેટલા લોકોના મૃતદેહો મળ્યા છે.ઉત્તરાખંડમાં આવેલી હોનારતના કારણે જામનગરના ત્રણ યુવાનો કે જેઓ ટ્રેકિંગ કરવા માટે કેદારનાથ ગયા હતા તેઓ પણ ફસાયા હોવાની સત્તાવાર વિગતો સામે આવી છે. ફસાયેલા યુવકો સાથે સંપર્ક ન થઇ શકતા એક સમયે પરિવાર ચિંતામાં ગરકાવ થઇ ગયો હતો પરંતુ બાદમાં ટ્રેકિંગ કેમ્પના આયોજકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે વાત કરતા તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ફસાયેલા યુવકોમાંથી જય ફલિયાના પિતાએ જણાવ્યું છેકે, નેટવર્ક પ્રોબ્લેમના કારણે જય સાથે વાત થઇ શકી નથી પરંતુ જે લોકો લઇ ગયા છે તેમના સંપર્કમાં છીએ. તેમને ત્યાં કોઇ પ્રોબ્લેમ નથી.

પિતા સાથે આગેવાનોએ મુલાકાત કરી તંત્ર સાથે વાતચીત કરી
પિતા સાથે આગેવાનોએ મુલાકાત કરી તંત્ર સાથે વાતચીત કરી

ટ્રેકિંગ માટે કેદારનાથ ગયા હતા
મળતી માહિતી પ્રમાણે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં અંબિકા ડેરી પાછળ રહેતા જય ફલિયા અને સિદ્ધાર્થ પરમાર તથા ગ્રીનસીટી રણજીતસાગર રોડ પર રહેતા રાજદીપ જાની ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લેવા માટે કેદારનાથ ગયા હતા અને આજે તેઓ પરત ફરવાના હતા. જે દરમિયાન ગઇકાલે સવારે 10.30 વાગ્યાની આસપાસ ઉત્તરાખંડમાં ચમોલી તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડી હતી અને જેના કારણે નદીમાં પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. જેને લઇને પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે આ યુવકોના ટ્રેકિંગ ઇન્સ્ટ્રક્ટરનો સંપર્ક થઇ ગયો હોવાની વિગતો જાણવા મળી છે.

નેટવર્ક પ્રોબ્લેમના કારણે પુત્ર સાથે વાત થઇ શકી નથીઃ જયના પિતા
જય ફલિયાના પિતા વિપુલ ફલિયાએ જણાવ્યું છેકે, મારો પુત્ર 2 તારીખે ટ્રેકિંગ કેમ્પમાં કેદારનાથ ગયો હતો અને આજે પરત ફરવાનો હતો. ગઇકાલે આ ઘટના બની છે. તેઓ સેફ છે જ્યાં ઘટના બની છે તેનાથી તેઓ ઘણા દૂર છે. નેટવર્ક પ્રોબ્લેમના કારણે પુત્ર સાથે વાત થઇ શકી નથી. પણ જે લોકો લઇ ગયા છે તેમના સંપર્કમાં છીએ. તેમને ત્યાં કોઇ પ્રોબ્લેમ નથી.

અમે લાઇવ કોન્ટેક્ટમાં છીએ, બીજી કોઇ ચિંતાનો વિષય નથી
પરિવારના સભ્યએ કહ્યું છેકે, જ્યારે અમને સમાચાર મળ્યા કે અમારા વેવાઈ વિપુલભાઈ ફલિયાનો પુત્ર જય ફલિયા કેદારનાથ એક સેમિનારમાં ગયો છે અને તેનો કોન્ટેક્ટે તૂટી ગયો હતો. જે અંગે અમે સરકાર અને ડિજાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કર્યો હતો. જ્યાંથી અમને જાણવા મળ્યું છેકે, ત્યાં તે સુરક્ષિત છે કોઇ ચિંતા નથી. તેમ છતાં પણ કોઇ પ્રશ્ન હોય તો ત્યાં હેલ્પલાઇન નંબર આપ્યો છે. તેની સાથે અમે લાઇવ કોન્ટેક્ટમાં છીએ. બીજી કોઇ ચિંતાનો વિષય નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો