તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Three Women's Organizations Came To The Aid Of The Attendant, Said After Talking To The Young Women It Is Clear That There Was Physical Abuse

જામનગરમાં કથિત યૌન શોષણનો મામલો:ત્રણ મહિલા સંસ્થાઓ એટેન્ડન્ટની મદદે આવી, યુવતીઓ સાથે વાતચીત કર્યા બાદ કહ્યું- શારીરિક શોષણ થયું હોવાની વાત સ્પષ્ટ છે

જામનગર3 મહિનો પહેલા
  • એટેન્ડન્ટ્સ દ્વારા હોસ્પિટલ સંકુલમાં ધરણા યોજી સુત્રોચ્ચાર કરાયા
  • મહિલા સંસ્થાઓએ જવાબદાર સામે કાર્યવાહી કરવા માગ કરી

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં સુપરવાઈઝર દ્વારા મહિલા એટેન્ડન્ટનું શારીરિક શોષણ કરાયું હોવાના આક્ષેપો બાદ ખળભળાટ મચ્યો છે. રાજ્ય સરકારના આદેશ બાદ જામનગર કલેકટર દ્વારા આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરી દીધી છે. તો બીજી તરફ મહિલા એટેન્ડન્ટને ન્યાય મળે તે માટે હવે મહિલા સંસ્થાઓ પણ મેદાને આવી છે. અમદાવાદથી અલગ અલગ ત્રણ મહિલા સંસ્થાના મહિલા આગેવાનો આજે જામનગર પહોંચ્યા હતા અને મહિલા એટેન્ડન્ટ સાથે વાતચીત કરી હતી. સંસ્થાના મહિલા આગેવાને કહ્યું હતું કે, હોસ્પિટલમાં ફરજ દરમિયાન મહિલા એટેન્ડન્ટ સાથે શારીરિક છેડછાડ થયાની વાત સ્પષ્ટ છે. આ મામલે યોગ્ય ન્યાયની માગ સાથે આજે એટેન્ડન્ટ્સ દ્વારા હોસ્પિટલ સંકુલમાં ધરણા યોજી સૂત્રોચ્ચાર કરાયા હતા.

જામનગર સરકારી કોવિડ હોસ્પિટલ
જામનગર સરકારી કોવિડ હોસ્પિટલ

અમદાવાદની ત્રણ મહિલા સંસ્થાના આગેવાન જામનગર પહોંચ્યા
સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટનું શારીરિક શોષણ થયું હોવાની માહિતી મળતા જ આજે અમદાવાદથી મજૂર મહાજન સંઘના સ્મિતા પંડ્યા, ઓલ ઈન્ડિયા સાંસ્કૃતિક સંઘના મીનાક્ષી જોશી અને અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપના સહારાબેન બાલધીવાલા જામનગર પહોંચ્યા હતા. આ ત્રણેય મહિલા આગેવાનોએ મહિલા એટેન્ડન્ટ સાથે મુલાકાત કરી હતી અને સમગ્ર મામલે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા એટેન્ડન્ટ સાથે વાતચીત કર્યા બાદ સહારાબેન બાલધીવાલાએ કહ્યું હતું કે, વાતચીતમાં એકવાત સ્પષ્ટ છે કે, મહિલા એટેન્ડન્ટ સાથે શારીરિક અડપલાં થયા છે. ત્રણેય સંસ્થાઓ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે પગલાં લેવાની માગ કરવામા આવી છે.

મહિલા સંસ્થાના આગેવાનોએ એટેન્ડન્ટ સાથે મુલાકાત કરી
મહિલા સંસ્થાના આગેવાનોએ એટેન્ડન્ટ સાથે મુલાકાત કરી

એટેન્ડન્ટ્સ દ્વારા ધરણા યોજી સૂત્રોચ્ચાર કરાયા
સરકારી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેલ અને ફિમેલ એટેન્ડન્ટ દ્વારા આજે ન્યાયની માગ સાથે જીજી હોસ્પિટલ સંકુલમાં ધરણા પર બેસી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહત્વનું છે કે, એટેન્ડન્ટ્સ દ્વારા તેઓને પૂરતો પગાર પણ ના મળ્યો હોવાની રજૂઆત કરવામા આવી છે.

એટેન્ડન્ટ દ્વારા ન્યાયની માગણી સાથે ધરણા યોજવામા આવ્યા
એટેન્ડન્ટ દ્વારા ન્યાયની માગણી સાથે ધરણા યોજવામા આવ્યા

પુરુષ તબીબ પણ આવ્યા હતા મહિલા એટેન્ડન્ટના સમર્થનમાં
મહિલા એટેન્ડન્ટના શારીરિક શોષણના આક્ષેપો બાદ કલેકટર દ્વારા રચાયેલી કમિટી હાલ તપાસ કરી રહી છે અને મહિલા એટેન્ડન્ટના નિવેદન પણ નોંધી રહી છે. આની વચ્ચે ગઈકાલે એક પુરુષ તબીબ પણ સામે આવ્યા હતા અને મહિલા એટેન્ડન્ટ દ્વારા કરાયેલા આક્ષેપોને સમર્થન આપ્યું હતું. પુરુષ તબીબ દ્વારા કોના કોના દ્વારા અને કયા સ્થળે શોષણ કરાતું હતું તેનો પણ ઘટસ્ફોટ કરાયો હતો. પુરુષ તબીબે પોતાની ગુપ્તતા જળવાય તો કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપવાની તૈયારી પણ બતાવી હતી.