જામનગર શહેરના વ્હોરાના હજીરા પાસેથી એક કારમાં દારૂની હેરાફેરી પકડાઈ હતી. પોલીસે ગાડી માથી 126 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ જપ્ત કરી હતી. તેમજ ગાડીમાં બેઠેલા ત્રણ શખ્સોની અટકાયત કરી એકને ફરાર જાહેર કર્યો છે. જામનગરના સીટી બી. ડિવિઝનના ડી. સ્ટાફના પીએસઆઇ સી..એમ કાંટેલીયા તેમજ તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, વ્હોરાના હજીરા પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી એક કારને આંતરી લીધી હતી. જેની તલાસી લેતાં અંદરથી 126 નંગ ઈંગ્લીશ દારૂની બાટલો મળી આવી હતી. જેથી પોલીસે કાર અને દારૂ વગેરે જપ્ત કરી લીધા હતા, જ્યારે કારની અંદર બેઠેલા ત્રણ શખ્સો મહંમદ ફૈઝલ ફાભાઇ મતવા, ફૈઝલ અબ્દુલભાઈ આમરોણીયા, તથા સબીર હનીક ભાઈ સંધી ની અટકાયત કરી લીધી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન તેઓને જામજોધપુરના યુનુસ ઉર્ફે મુન્નોરાવડા નામના શખ્સનો જથ્થો સપ્લાય કર્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. આ કાર્યવાહી સીટી બી પોલીસ મથકના ઈન્ચાર્જ પી. આઈ. એમ એન ચૌહાણ અને સર્વેલન્સના સ્કોડના પી. એસ. આઈ. સી. એમ. ટેલિયા, એ એસ આઈ. એચ. એમ. ચાવડા અને જમાદાર રાજેશભાઈ વેગડ સહિતના દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.