લોકોમાં રોષ:જામનગરના ત્રણ ગામો કરશે મતદાનનો બહિષ્કાર, નેતાઓને ગામોમાં પ્રવેશ નહીં કરવા બેનરો લગાવાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઇની કેનાલ, પાઇપ લાઇન, રસ્તા મામલે લોકોમાં રોષ

આગામી વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ સાથે જોડિયા તાલુકાના મેઘપર ગામના ખેડૂત સમાજે ચુંટણીઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ગામના પ્રવેશદ્વાર પર જ બોર્ડ લગાવી મતદાનથી અળગા રહેવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ મામલે બહિષ્કાર કરાયો છે. લાલપુર તાલુકાના રંગપર અને નવાણિયા ગામે પણ ચૂંટણી પહેલાં જો રોડ રસ્તા બનાવવામાં નહી આવે તો અમારા ગામમાં કોઇપણ પક્ષના નેતાઓએ પ્રવેશ કરવો નહીં એવા બેનર લગાવાયા છે. લગભગ એકાદ દશકાથી વધુ સમયથી મહત્ત્વપૂર્ણ માર્ગ ખખડધજ બની જતા ગ્રામજનોએ પરોક્ષ આક્રોશ વ્યકત કર્યો છે.

શું છે મેઘપર ખેડૂત સમાજની પડતર માગણીઓ?
ખેડૂત સમાજ-મેઘપરના નામે ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો જોવા મળે છે. જેમાં સંભવત ખેડૂત સમાજ સંબંધિત આ પડતર માંગણીઓ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

  • પાણી સિંચાઇ મંડળી સંબંધિત પ્રશ્ન
  • સિંચાઇની કેનાલનો પ્રશ્ન
  • આજી-4 ડેમમાંથી પાઇપલાઇનની માગણી
  • અમુક સામાજિક સમીકરણો પણ કારણભૂત
અન્ય સમાચારો પણ છે...