તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જામનગરમાં IPLના મેચ પર જુગાર રમી રહેલા ત્રણ શખ્સો 61 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા, 16 શખ્સોને ફરારી જાહેર કરાયા

જામનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરવામા આવી
 • રનફેર, બેટીંગ વિકેટ, સેસન તથા હારજીતના પરિણામ પર સટ્ટો ચલાવતા હતા

જામનગર શહેરમાં નાગર ચકલા વિસ્તારમાં સરાના કુવા પાસે ક્રિકેટના સટ્ટા નેટવર્ક પર પેરોલ ફર્લો સ્ક્વોડ ની ટીમે દરોડો પાડી સપાટો બોલાવ્યો છે.પેરોલ ફર્લો સ્ક્વોડ ના પીએસઆઇ એ.એચ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના નિર્મલ સિંહ જાડેજા કાસમભાઈ બ્લોચ, ધર્મેન્દ્ર વૈષ્ણવ સહિત માણસોને હકીકત મળતા જામનગરના નાગર ચકલા સારા ના કુવા વાળી શેરીમાં રહેતો તુષાર ઉર્ફે રાજુ હરિહર પંડ્યા પોતાના રહેણાંક મકાનમાં આઈ પી એલ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ ની મેચ ઉપર ટીવી ઉપર નિહારી મોબાઇલ ફોનથી રન ફેર બેટિંગ, વિકેટ,સેશન તથા મેચના હારજીતના પરિણામ આ અંગે ક્રિકેટનો કંટ્રોલરૂમ ચલાવે છે અને આ ક્રિકેટનો સટ્ટો રમવાનું ચાલુ છે તેવી બાતમી પોલીસને હકીકત મળતા ના આધારે રેડ કરી હતી.

રેડ કરતા ત્રણ શખ્સો તુષાર ઉર્ફે હરિહર પંડ્યા ,અનિલ અર્જુનભાઈ દુલાણી, સુરેશ ઉર્ફે એસ.એસ.રિજુ મલ કુકડીયાને રોકડ રૂપિયા 36,000 તથા ક્રિકેટ નું સાહિત્ય ટીવી સેટપ બોક્સ તથા મોબાઈલ કુલ રૂપિયા 61000 હજાર ના મુદ્દામાલ સાથે પકડી પાડી પી.એસ.આઇ ગરચર એ ધોરણસર ની કાર્યવાહી કરી અને જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન નો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો