તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરુણાંતિકા:પાણીના ખાડામાં નહાવા પડતા ત્રણ કુટુંબી ભાઇઓ ડૂબ્યા, નવ વર્ષના ભાઇનું મોત

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દરેડના મસીતીયા રોડ પર વાડી શાળા નજીક સર્જાયેલી કરુણાંતિકા
 • 12 વર્ષનો મોટા ભાઇ અને પિતરાઇ ભાઇનો આબાદ બચાવ, બન્નેને સ્થાનિકોએ બચાવ્યા

જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-3 વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા મુળ ઉતરપ્રદેશના જાલોન જિલ્લાના માધવગઢપંથકના વતની અજયકુમાર દોલતસિંહ પરિહારનો નાનો પુત્ર રીતીક (ઉ.વ. 9) અને મોટો પુત્ર નિતિન (ઉ.વ.12) તેમજ કુટુંબી ભાઇ રાજ (ઉ.વ.12) ત્રણેય સવારે ઘરેથી સાયકલ લઇ ફરવા માટે નિકળ્યા હતા.

માતા-પિતા કામે ગયા બાદ ઘરેથી નિકળેલા આ ત્રણેય બાળકો સાયકલની ચકકર લગાવતા લગાવતા દરેડ નજીક મસીતીયા રોડ પર પ્રાથમિક વાડી શાળા પાસે આવેલા પાણીના ખાડામાં ન્હાવા માટે પડયા હતા. જે વેળાએ ખાડાના ઉંડા પાણીમાં પડેલા ત્રણેય માસુમ ડુબવા લાગ્યા હતા જેના પગલે ભારે દેકારા સાથે બુમાબુમ થતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પાણીમાંથી નિતિન અને તેના કુટુંબી ભાઇ રાજને હેમખેમ બહાર કાઢયા હતા.જોકે,ખાડાના ઉંડા પાણીમાં ગરક થયેલા રિતિકનુ ડુબી જવાથી મૃત્યુ નિપજયુ હતુ.બનાવની જાણ થતા પોલીસની ટીમ દોડી ગઇ હતી.

મૃતક નવી સાઇકલની સવારીએ નીકળ્યો’ તો
મૃતક નવ વર્ષના માસુમ બાળકને તેના શ્રમિક પિતાએ થોડા સમય પુર્વે નવી સાયકલ અપાવી હતી.જેથી ઘરેથી વાલીઓ કામે ગયા બાદ મૃતક માસુમ બાળક તેના સગા ભાઇ અને કુટુંબી ભાઇ સાથે સાયકલની ચકકરો લગાવવા માટે નિકળ્યો હતો.જે બાદ ત્રણેય માસુમ બાળકો રમતા રમતા પાણીમાં ન્હાવા પડતા એકએ જીવ ગુમાવ્યો હોવાનુ બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો