આયોજન:જામનગરમાં ત્રિવિક્રમરાયજી મંદિરના 175માં પાટોત્સવના ત્રિ-દિવસીય મહોત્સવ

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિષ્ણુયાગ, કુંડલાભોગ મનોરથ, ભજન સંધ્યા, સમૂહ સત્યનારાયણ કથા
  • ત્રણેય દિવસ ધ્વજારોહણ અને સાંજે વિવિધ હિંડોળાના દર્શનનું આયોજન

જામનગરમાં આણદાબાવા ચકલા નજીક આવેલા ત્રિવિક્રમરાયજી મંદિરના 175 માં પાટોત્સવ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન તા.13 થી 15 ઓગષ્ટ કરવામાં આવ્યું છે. જેમાં વિષ્ણુયાગ, કુંડલાભોગ મનોરથ, ભજન સંધ્યા, સમૂહ સત્યનારાયણ કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્રણેય દિવસ ધ્વજારોહણ અને સાંજે વિવિધ હિડોળાના દર્શન થશે.

પાટોત્સવના પ્રથમ દિવસે એટલે કે તા.13 ના સવારે ધ્વજારોહણ અને લધુ વિષ્ણુયાગ હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે તા.14 ઓગષ્ટના સવારે ધ્વજારોહણ, સાંજે 5 થી 8 કુંડલાભોગ મનોરથ અને ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. અંતિમ દિવસ તા.15 ઓગષ્ટના સવારે ધ્વજારોહણ અને સાંજે 5 કલાકે સમૂહ સત્યનારાયણની કથા યોજાશે. ત્રણેય દિવસ સાંજે વિવિધ હિડોળાના દર્શન થશે. વિષ્ણુયાગમાં આહુતિ આપવા તથા સમૂહ સત્યનારાયણ કથામાં તુલસી ચડાવવાનો વૈષ્ણવો લાભ લઇ શકશે.