તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિયાન:દ્વારકા જિલ્લામાં સાડા ત્રણ લાખને રસી અપાશે, ખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુરના 15 સ્થળે શરૂ થયું

ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિ દ્વારકામાં 18થી 44 વર્ષની વયના નાગરિકોના વેક્સિનેશનનો પ્રાર઼ંભ થતા પ્રથમ દિવસે યુવા વર્ગે ભારે ઉત્સાહ દર્શાવી રસી લીધી હતી. - Divya Bhaskar
દેવભૂમિ દ્વારકામાં 18થી 44 વર્ષની વયના નાગરિકોના વેક્સિનેશનનો પ્રાર઼ંભ થતા પ્રથમ દિવસે યુવા વર્ગે ભારે ઉત્સાહ દર્શાવી રસી લીધી હતી.
  • દેવભૂમિ પંથકમાં ચારેય તાલુકા-ગ્રામ્યમાં 18 થી 44 વર્ષનાને કોવિડ વેક્સિનેશન

દ્વારકા જિલ્લામાં 18થી 44 વર્ષ સુધીના આશરે સાડા ત્રણ લાખ લોકોને કોરોનાની મહામારીની લડાઈ સામેં રામબાણ ઈલાજ ગણાતી કોવિડ-19 વેકસીન આપવાની કાર્યવાહી શરૂ થઈ છે. જેમાં આરોગ્ય તંત્રે જુદી જુદી ટિમો બનાવી પ્રથમ દિવસે દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં 4, દ્વારકામાં 3, ભાણવડમાં 3, કલ્યાણપુરમાં 5 સહિત 15 સ્થળે કોરોના રસિકરણની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જનરલ સરકારી હોસ્પિટલ, નગર નાકા પાસે આવેલી જૂની સરકારી હોસ્પિટલ, બેઠક રોડ પર આર એસ એસ કાર્યાલય અને વાડીનાર ખાતે રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે.

18 વર્ષથી ઉપરના લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનુ ફરજીયાત છે માટે અને આ કેન્દ્રો ઉપર બસો બસોના સ્લોટ નક્કી કરાયા હતા.જે ગત રાત્રે 10 વાગ્યા પછી ક્રિએટ કરાયા હતા. જયારે સવારે અગીયાર વાગ્યાના આસપાસ ફૂલ થઈ ગયા હતા. આમ ખંભાળીયા સહિત જિલ્લામાં અન્ય સ્થળો ઉપર યુવાનોએ કોરોનાની રસી મુકાવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આરસીકરણને લઈ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા સમયથી કોવિડ વેકસિનની જિલ્લાના 18 વર્ષથી ઉપરના યુવા વર્ગમાં ઇંતજારી થઇ રહી હતી આખરે દ્વારકા જિલ્લામાં પણ રસીકરણ કામગિરી શરૂ થઈ જતા યુવાનોના ઇંતજારનો અંત આવ્યો હતો અને રસીકરણ માટે કેન્દ્રો પર ભીડ જોવા મળી હતી.

દરરોજ 15 સેશન્સમાં 3 હજાર લોકોનું રસીકરણ
દ્વારકા જિલ્લામાં દરરોજ 15 જેટલા સેશનમાં અંદાજિત 3 હજાર લોકોનું રસીકરણ કરવામાં આવશે જે માટે જુદા-જુદા કેન્દ્રો ખાતે જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...