જામનગર શહેર, જામજોધપુર, લાલપુર અને બેડમાં પોલીસે ગઈ રાત્રે છ સ્થળે દરોડા પાડ્યા છે, અને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 6 શખ્સસો ની અટકાયત કરી લીધી છે, જ્યારે દારૂના એક સપ્લાયર ને ફરારી જાહેર કરાયો છે.
જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ કેશુભાઈ રામનાણી નામના સિંધી વેપારી શખ્સ ના મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી મકાનમાંથી 14 નંગ ઇંગ્લિશ દારૂની બાેટલનો જથ્થો કબજે કર્યો છે, અને આરોપીની અટકાયત કરી લીધી છે. ઇંગ્લિશ દારૂ અંગે નો બીજો દરોડો કડિયાવાડ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી વિપુલ દિનેશભાઈ સોઢા નામના વેપારી શખ્સને પકડી લેવાયો હતો, અને તેની દુકાનમાંથી 6 નંગ ઇંગ્લિશ દારૂની બાેટલનો જથ્થો કબજે કર્યો છે.
દારૂ અંગે નો ત્રીજો દરોડો ગોકુલનગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી એક કારમાં પસાર થઈ રહેલા અમિત સુરેશભાઈ મેસવાણિયા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો અને તેની પાસેથી 13 નંગ ઇંગ્લિશ દારૂની બાેટલ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર મગનભાઈ વેલજીભાઈ ગોંડલીયા નામના શખ્સને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. ઇંગ્લિશ દારૂ અંગેનો ચોથો દરોડો બેડ ગામમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં રહેતા ભારમલ શાદુરભાઈ કરમટા નામના શખ્સને ચાર નંગ ઇંગ્લિશ દારૂની બાેટલના જથ્થા સાથે પકડી પાડ્યો છે.
આ ઉપરાંત લાલપુર પંથક માંથી દિવ્યરાજ સિંહ નટુભાઈ જાડેજા નામના ફ્રૂટના વેપારીને બે નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે પોલીસે પકડી પાડ્યો છે. જ્યારે જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાંથી ગોવર્ધનભાઈ જબ્બરસિંહ માનકર નામના પરપ્રાંતિય આદિવાસી શખ્સને બે નંગ ઇંગ્લિશ દારૂની બાટલી સાથે શેઠ વડાળા પોલીસે પકડી પાડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.