તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ધ્રોલમાં યુવતીના અપહરણમાં ત્રણ આરોપી જેલમાં ધકેલાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના ફરાર આરોપીની શોધખોળ

જામનગર નજીકના સરમત પાટીયા પાસેગુરૂવારે રાત્રે સાડા આઠેક વાગ્યે એક બંધ ડમ્પર પાછળ બાઇક અથડાતા ચાલકને પહોંચેલી ગંભીર ઇજાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે. સિક્કા પોલીસે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરના સરમત ગામના પાટીયા પાસે વિવેક હોટલ સામેના રોડ પર ગુરૂવારે રાત્રે સાડા આઠેક વાગ્યે જીજે10સીઆર-1536 નંબરનું મોટરસાઇકલ બંધ પડેલા જીજે10ટીવી-7036 નંબરના ડમ્પર સાથે અથડાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.

જેમાં મોટી ખાવડી ગામે રહેતા મોટરસાયકલ ચાલક હેમભા જાડેજા નામના આધેડનું ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ડમ્બર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવમાં પોલીસે ડમ્બર ચાલક સામે બેદરકારીપૂર્વક ડમ્પરને પાર્ક કરી ચાલ્યો જતો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...