ફરિયાદ:સામોર ગામની સીમમાં ખાનગી કંપનીના કર્મચારીને માર મારી ધમકી

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરાબાની જગ્યામાં કામ કરવા જતા મનદુ:ખ રાખી હુમલાની 4 સામે ફરિયાદ નોંધાઈ

ભાણવડના મોડપરમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા સંજયભાઇ રામશીભાઇ ભોચીયા નામના યુવાને પોતાને અપશબ્દો ઉચ્ચારી ઢીંકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સ્થાનિક પોલીસ મથકમાં કેશુરભાઇ મુરૂભાઇ ચંદ્રાવાડીયા, ખીમાભાઇ વેજાણંદ ચંદ્રાવાડીયા, વિજય ગોવિંદભાઇ ચાવડા અને રાજશી લાખાભાઇ ગાગીયા સામે ફરીયાદ નોંધાવી છે.

ભોગગ્રસ્ત ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોય અને કંપનીના માણસો સાથે સામોર સીમમાં આરોપીના ખેતરની બાજુમાં આવેલા સરકારી ખરાબાની જગ્યામાં કામ કરવા ગયા હોય અને આરોપીને ત્યાં કામ કરવા દેવુ ન હોય જે બાબતનુ મનદુ:ખ રાખી ચારેય આરોપીએ એકસંપ કરી માર મારી ધમકી ઉચ્ચાર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...