તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જામનગરમાં બોકસાઇટના વેપારીના ઘરમાં ઘૂસીને ધમકી

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પુત્રે 25 લાખ લીધા બાદ વ્યાજ ભરી દેવા છતા પઠાણી ઉઘરાણી

જામનગર શહેરમાં બોકસાઇટના ધંધા સાથે સંકળાયેલા વેપારીએ તેના પુત્રે અગાઉ લીધેલી રૂ.25 લાખની રકમ પેટે કટકે કટકે વ્યાજ ભરી દિધુ હોવા છતા વ્યાજખોર શખ્સે અગાઉ મેસેજ તેમજ બાદમાં ઘર ધસી આવી વેપારી અને પરીવારને ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ નોંધાઇ છે.અગાઉ પાંચ લાખનુ સોનુ બળજબરીથી લીધાનુ અને ત્રાસના કારણે વેપારી પુત્ર ઘર છોડી ચાલ્યો ગયાનુ આ ફરીયાદમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ક્રિસ્ટલમોલવાળી શેરીમાં રહેતા અને બોકસાઇટના વ્યવસાય સાથે સંકળાયેલા અરવિદભાઇ જમનાદાસ પાબારીએ પોતાના ઘરે ધસી આવી અગાઉ પાંચ લાખનુ સોનુ બળજબરીથી કઢાવી લેવા અંગે તેમજ પોતાને તથા પરીવારને મારી નાખવાની ધમકી આપવા અંગે સીટી સી પોલીસ મથકમાં દેવેન્દ્રસિ઼હ પરમાર સામે ફરીયાદ નોંધાવીછે.

ભોગગ્રસ્તના પુત્ર જયએ લગભગ અઢી વર્ષ પુર્વે વ્યવસાથ અર્થે આરોપી દેવેન્દ્રસિંહ પાસેથી રૂ.25 લાખ દરમાસે દશ કાટ લેખે વ્યાજે લીઘા હતા જેનુ કટકે કટકે વેપારી પુત્રે વ્યાજ ભર્યુ હોવા છતા ત્રાસના કારણે વેપારી પુત્ર ઘર છોડી કયાંક જતો રહયો હતો,જે બાદ થોડા સમય પછી આરોપીએ ભોગ્રસ્તના ઘરે જઇ વેપારી અને તેના પરીવારને મારી નાખવાનો ડર બતાવી રૂ.પાંચ લાખનુ સોનુ બળજબરીથી કઢાવી લીધાનુ તેમજ થોડા દિવસ પુર્વે મેસેજ કરી ધમકી ઉચ્ચાર્યાનુ તેમજ રાત્રે ઘરે આવી અપશબ્દો પણ ઉચ્ચારી ફોન કરી પઠાણી ઉધરાણી કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

અન્ય સમાચારો પણ છે...