તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ ફરિયાદ:કાલાવડમાં નાણા પડાવવા એગ્રોના સંચાલકને ધમકી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં પણ મેડિકલ સ્ટોર સંચાલકને શિશામાં ઉતાર્યો હોવાનો આક્ષેપ કરાયો
  • ડુપ્લીકેટ દવાનું વેંચાણ કરો છો તેમ જણાવી દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી રૂા.50 હજારની માંગણી કરી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે એગ્રો ચાલવતા એક વેપારીને નકલી દવાના નામે કથિત પત્રકારે રૂપિયા પડાવવાના ઇરાદે ધાક-ધમકીઓ આપી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. ફરિયાદમાં આરોપીએ જામનગરના એક મેડીકલ સ્ટોરના સંચાલકને સીસામાં ઉતારી દઇ અનેક પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

કાલાવડ તાલુકા મથકે એસ.ટી. રોડ પર જય એગ્રો નામની દુકાન ધરાવતા ચંદુભાઇ ડોબરીયાની દુકાને આવેલા એક શખ્સે જંતુનાશક દવા ખરીદી હતી ત્યારબાદ તેઓને આ જ વ્યકિતનો ફોન આવ્યો હતો અને પોતાની ઓળખાણ હિતેષ ડોબરીયા તરીકે આપી હતી. તે એક યુ-ટ્યૂબ ચેનલનો પત્રકાર હોવાનું કહી તમે ડુપ્લીકેટ દવાનું વેંચાણ કરો છો તેમ જણાવી રૂા.50 હજારની માંગણી કરી હતી ત્યારબાદ રૂબરૂ અને અન્ય શખસોને આ બાબતે ફોન કરી પતાવટ કરવા તેમજ નહી કરે તો દુકાન બંધ કરી દેવાની ધમકી આપી હતી.

જેને લઇને ચંદુભાઇએ કાલાવડ પોલીસમાં અરજી કરી હતી. અરજી બાદ પોલીસે આરોપી હિતેષ ડોબરીયા અને તેની સાથેના શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. જેમાં રૂપિયા પડાવવા અને ધાક ધમકી આપ્યા ઉપરાંત જામનગરના એક મેડિકલ સંચાલક પાસેથી રૂા.15 હજાર પડાવી, રાજકોટમાં અન્ય ધંધાદારીઓને બ્લેકમેલ કર્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...