દર્શન:ભાઇબીજના પાવન દિવસે જામનગરના રણુજા રામદેવપીરના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાધા-માનતા અને શ્રદ્ધા-વિશ્વાસ સાથે ભક્તોએ દર્શન કર્યા

જામનગરના રણુજા ખાતે ભાઇબીજના પાવન દિવસે રામાપીરના અન્નકૂટમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. રણુજા ખાતે અન્નક્ષેત્ર બહાર પર લાંબી કતારો લાગી હતી. ભક્તોએ રામદેવપીરના પ્રસાદનો લાભ લીધો હતો.

કાલાવડના રણુજા ગામે આવેલું બાબા રામદેવના મંદિરની 1960માં સ્થાપના કરવામાં આવી હતી. આ જગ્યા પર પહેલાં મેદાન હતું.

ત્યારબાદ સંત ખુશાલબાપુ દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. હાલ આ મંદિરનો કારભાર ખુશાલબાપુના દિકરા સુરેન્દ્રભાઇ સંભાળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...